Home International Operation Sindoor Kutch Bhuj Airport Closed Rajkot Jamnagar Airport

ભુજ, રાજકોટ, જામનગર એરપોર્ટ બંધ : સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ભુજ, રાજકોટ, જામનગર એરપોર્ટ બંધ
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 05:34 AM IST

પહેલગામ ખાતે ભારતીય પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ બુધવારે વહેલી સવારે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાક ઓક્યુપાઇડ કાશ્મીરમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે.

ભારતના આ પગલાં પછી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભુજ, કંડલા, રાજકોટ અને જામનગર જેવા મહત્વપૂર્ણ એરપોર્ટને નાગરિક ઉડાણ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વિશેષ માહિતી મુજબ:

ભુજ એરપોર્ટ: અહીં ભારતીય વાયુસેનાનું રનવે નાગરિક ઉડાણ માટે વપરાય છે. તમામ ઉડાનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

અન્ય એરપોર્ટ્સ: દિલ્હી, અમદાવાદ અને મુંબઈથી આવતી-જતી ઘણી ઉડાનો રદ કરાઈ છે.

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દુશ્મન દેશની સંભવિત કાર્યવાહી સામે સજ્જતા માટે આ નક્કર પગલાં લેવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video