ભારતીય સેનાના ઑપરેશન સિંદૂરમાં આ વખતે આતંકના આકાઓના હેડક્વાર્ટર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર લશ્કર, જૈશ અને હિજબુલ મુજાહિદ્દીન જેવા કુખ્યાત આતંકી સંગઠનના હેડક્વાર્ટર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
ભારતે બહાવલુપુરમાં મસૂદ અઝહરના મુખ્યાલયને નિશાન બનાવ્યું. આ ટાર્ગેટમાં મુખ્યાલયની સાથે મદરેસાઓ પણ નાશ પામ્યા છે. આ વાતની પુષ્ટિ ખુદ પાકિસ્તાની મીડિયાએ કરી છે. મળતી માહિતી અનુસાર આખી ઘટનામાં 50 પાકિસ્તાની આતંકીઓ માર્યા ગયા છે.
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત થયેલી એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના મુરીદકે ખાતે સ્થિત લશ્કર-એ-તોયબા અને જૈશના મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં બંને આતંકી સંગઠનના ઘણા ટોચના કમાન્ડરનાં મોત થયાની માહિતી મળી છે, જે આતંકવાદના વિરોધમાં ભારત માટે મોટી સફળતા છે.
આ હુમલાના પગલે પાકિસ્તાનમાં રાજકીય સ્તરે ઘમાસાણ મચ્યું છે:
વડાપ્રધાન શાહબાઝ શરીફે તાત્કાલિક કટોકટી બેઠક બોલાવી છે.
તેમના નિવેદન મુજબ, "ભારતે આક્રમણ કરીને અમારાં પર યુદ્ધ લાદ્યું છે."
આ પ્રતિક્રિયા અને નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે સ્થિતિ ખૂબ જ તંગ બની છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.





