Home Gujarat Online Fraud Worth 110 Crore Exposed Bharuch Cyber Police Nabs 4 Fraudsters

₹1.10 કરોડની ઓનલાઇન છેતરપિંડીનો પર્દાફાશ : ભરૂચ સાયબર પોલીસે 4 ઠગોને ઝડપી પાડ્યા

₹1.10 કરોડની ઓનલાઇન છેતરપિંડીનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 11:21 AM IST

Bharuch Cyber ​​Crime: ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધુ નફાની લાલચ આપીને રૂ. 1,09,85,570ની મોટી છેતરપિંડી કરનારી ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સુરત અને જુનાગઢ જિલ્લામાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કુલ રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરી

આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads અને Telegramનો ઉપયોગ કરીને ફરિયાદી સાથે સંપર્ક સાધ્યો હતો. તેમને 'Lotteebay' નામના ખોટા ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવીને વસ્તુઓ વેચીને મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. ફરિયાદીના આધાર કાર્ડ અને Gmail એકાઉન્ટનો દુરુપયોગ કરીને અલગ-અલગ UPI ID તથા 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત કરીને વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ કુલ રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ

દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા (સુરત)

કિશન ધડુક (સુરત)

પ્રશાંત વઘાસિયા (સુરત)

ઋષિ સતાસિયા (જુનાગઢ)

પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઇલ ફોન અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરંટ એકાઉન્ટ દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે બેંક વિગતો, મોબાઇલ નંબર અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

સાયબર છેતરપિંડીથી બચવા સલાહ: ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટની લાલચમાં આવતા પહેલાં હંમેશા વેરિફાઇડ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો અને અજાણ્યા લિંક કે એપ્સ પર વિશ્વાસ ન કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now