Home Religion One Bath One Donation Life Will Change The Treasury Will Be Filled With The Blessings Of Shiva Vishnu

Kartik Purnima Dev Diwali Daan 2025 : એક સ્નાન, એક દાન – બદલાઈ જશે જીવન! શિવ-વિષ્ણુના આશીર્વાદથી ભરાઈ જશે તિજોરી!

Kartik Purnima Dev Diwali Daan 2025
Published by: OBS Bureau
Last Updated: Nov 04, 2025, 03:49 AM IST

રાશિ પ્રમાણે દાન કરી શિવ-વિષ્ણુના આશીર્વાદ સાથે ધન-સમૃદ્ધિ મેળવો, દેવ દિવાળીનો પવિત્ર તહેવાર કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે, હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 5 નવેમ્બર 2025, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની વિશેષ પૂજા, પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન અને દાનનું મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે. "દાનમ પુણ્યમ ચ પરમમ" -દાન સૌથી મોટું પુણ્ય છે."દાનમ પુણ્યાય, દાનમ મોક્ષાય" - યોગ્ય ભાવથી દાન કરવાથી પાપ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા, ધનલાભ અને પારિવારિક સુખની પ્રાપ્તિ થાય છે.

રાશિ પ્રમાણે શુભ દાન: તમારી રાશિ મુજબ દાન કરો, ઇચ્છિત ફળ મેળવો

રાશિ શુભ દાન વસ્તુઓ, અને લાભ

મેષ

લાલ વસ્ત્રો

સકારાત્મક ઉર્જા, મંગળ ગ્રહનો આશીર્વાદ

વૃષભ

ચોખા, લોટ

ઘરમાં સ્થિરતા અને શાંતિ

મિથુન

લીલા શાકભાજી (મંદિરમાં અર્પણ)

સ્વાસ્થ્ય અને સૌભાગ્ય

કર્ક

દૂધ અથવા દહીં

કૌટુંબિક વિવાદો દૂર, ઘરમાં શાંતિ

સિંહ

ગોળ, મગફળી

ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ

કન્યા

લીલી સાડી (જરૂરિયાતમંદ મહિલાઓને)

લગ્નજીવનમાં મીઠાશ અને સુખ

તુલા

સફેદ કપડાં

મનની અશુદ્ધિ દૂર, આંતરિક શાંતિ

વૃશ્ચિક

ઘઉં, ચોખા

પરિવારમાં સમૃદ્ધિ અને સુમેળ

ધનુ

પીળા રંગના કપડાં અથવા વસ્તુઓ

જ્ઞાન, પ્રગતિ અને ગુરુના આશીર્વાદ

મકર

ધાબળા અથવા જૂતા (શિયાળામાં)

અધૂરા કાર્યો પૂર્ણ, સફળતા

કુંભ

કાળા તલ અથવા કાળા કપડાં

નકારાત્મક ઉર્જા મુક્તિ, માનસિક સ્પષ્ટતા

મીન

કેળા, મકાઈ અથવા પાકેલું પપૈયું

સૌભાગ્ય વૃદ્ધિ, સારા સમાચાર

દાન કરતી વખતે ધ્યાનમાં રાખો

શુદ્ધ હૃદય અને ભક્તિ સાથે દાન કરો. દેખાડા માટેનું દાન નિરર્થક છે.જરૂરત આધારિત વ્યક્તિ કે સંસ્થાને દાન કરવું વધુ ફળદાયી છે. કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે રાશિ પ્રમાણે દાન કરી, શિવ-વિષ્ણુના આશીર્વાદ સાથે તમારા જીવનને ધન-સમૃદ્ધિથી ભરી દો!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now