Home Gujarat On The Death Of Rupani The National Flag Was Flown At Half Mast In Honor Of The Former Cm

Vijay Rupani Funeral! ગુજરાતમાં રાજકીય શોક : વિજય રૂપાણીના નિધન પર પૂર્વ મુખ્યમંત્રીના સન્માનમાં અડધી કાઠીએ ફરકાવાયો રાષ્ટ્રધ્વજ

Vijay Rupani Funeral! ગુજરાતમાં રાજકીય શોક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 01:12 PM IST

Vijay Rupani Funeral: અમદાવાદથી લંડન જતી પેસેન્જર ફ્લાઈટ ટેક ઓફની બીજી મિનિટે જ ક્રેશ થઈ જતા મોટી જાનહાનિ સર્જઈ છે. 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલની કેન્ટીનમાં એટલેકે, મેસમાં આ ભયાનક અકસ્માત થયો છે. દુર્ઘટનામાં વિમાનમાં સવાર યાત્રીઓ અને ક્રૂ મેમ્બર પૈકી માત્ર જ એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે.

ઉલ્લેખનીય છેકે, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર થઈ પોતાના પરિવારને લંડન મળવા જઈ રહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ કાળ ભરખી ગયો. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સન્માનમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર આજે રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ ઉપરથી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીને કરવાનો આદેશ અપાયો હતો. 

16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાષ્ટ્ર ધ્વજ ક્યારે અડધી કાઠીએ ફરકાવાય છે?
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ કે કોઈ મંત્રીના નિધન પર રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ સરકાર દ્વારા શોક જાહેર કરવામાં આવતો હોય છે. આ સમય ગાળા દરમિયાન રાષ્ટીય શોક હોય ત્યારે અડધા કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now