Home Sports Nz Vs Wi New Zealand Openers Write Their Names In The History Books

NZ vs WI: ન્યુઝીલેન્ડના ઓપનર્સએ ઇતિહાસના ચોપડે પોતાનું નામ ટાંક્યું : કોન્વે-લેથમની ઐતિહાસિક 323 રનની ઓપનિંગ પાર્ટનરશીપ સામે વિન્ડિઝ હાંફયુ

NZ vs WI: ન્યુઝીલેન્ડના ઓપનર્સએ ઇતિહાસના ચોપડે પોતાનું નામ ટાંક્યું
Published by: Offbeat Team
| Last Updated: Dec 18, 2025, 11:05 AM IST

Conway-Latham Record: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડના ઓપનર્સ ડેવોન કોન્વે અને કેપ્ટન ટોમ લેથમે ધમાકેદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 323 રનની ભાગીદારી કરી, જે ન્યુઝીલેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ઓપનિંગ જોડીની બીજા ક્રમની સૌથી મોટી ભાગીદારી છે. આ રેકોર્ડ પહેલા ગ્લેન ટર્નર અને ટેરી જાર્વિસના નામે હતો, જેમણે 1972માં વેસ્ટ ઇન્ડિઝ સામે જ 387 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય સંપૂર્ણપણે સાચો પડ્યો કારણ કે કોન્વે અને લેથમે વેસ્ટ ઇન્ડિઝના બોલર્સને કોઈ તક આપી નહીં. પ્રથમ સેશનમાં જ ન્યુઝીલેન્ડે બિના વિકેટે 83 રન બનાવી દીધા. લંચ પછી પણ તેમની આક્રમકતા યથાવત્ રહી અને ટી પછી તેઓએ વધુ ઝડપથી રન ઉમેર્યા.

ICTના ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

ડેવોન કોન્વેએ 147 બોલમાં પોતાની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી, જ્યારે ટોમ લેથમે 183 બોલમાં પોતાની 15મી ટેસ્ટ સદી પૂરી કરી. લેથમે 246 બોલમાં 137 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને એક છક્કો સામેલ હતો. તેમને કેમર રોચે આઉટ કર્યો, જ્યારે રોસ્ટન ચેઝે સ્લિપમાં શાનદાર કેચ લીધો. પરંતુ તે પહેલા લેથમ 104 રન પર જીવદાન મેળવી ચૂક્યા હતા, જ્યારે વિકેટકીપર તેવિન ઇમ્લાચે એન્ડરસન ફિલિપની બોલ પર તેમનો કેચ છોડ્યો હતો. દિવસના અંતે ડેવોન કોન્વે 279 બોલમાં 178 રન બનાવીને અણનમ રહ્યા, જેમાં 25 ચોગ્ગા સામેલ છે. નાઇટવોચમેન જેકબ ડફી 9 રન બનાવીને તેમની સાથે ક્રીઝ પર હતા. ન્યુઝીલેન્ડે 90 ઓવરમાં 1 વિકેટે 334 રન બનાવીને પ્રથમ દિવસનો અંત કર્યો. આ ભાગીદારી માત્ર ન્યુઝીલેન્ડ માટે જ નહીં, પરંતુ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પણ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે, જેમાં તેઓએ ભારતના રોહિત શર્મા અને મયંક અગ્રવાલના 317 રનના રેકોર્ડને તોડ્યો.

કોન્વે-લેથમની સફળ ઓપનિંગ જોડી

કોન્વે અને લેથમની આ જોડીએ હવે ટેસ્ટમાં એકસાથે 40થી વધુ ઇનિંગ્સમાં 2000થી વધુ રન બનાવી લીધા છે, જે ન્યુઝીલેન્ડના કોઈપણ ઓપનિંગ જોડી માટે ત્રીજા ક્રમની સૌથી વધુ રન છે. વેસ્ટ ઇન્ડિઝના બોલર્સ માટે આ દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યો, કારણ કે તેઓ પ્રથમ બે સેશનમાં એકપણ વિકેટ લઈ શક્યા નહીં.

સિરીઝની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ 1-0થી આગળ છે. પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે 9 વિકેટથી જીત મેળવી હતી. હવે ત્રીજી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં હોવાથી કિવી ટીમ સિરીઝ જીતવાની નજીક છે. બીજા દિવસે કોન્વે પોતાનું ડબલ સેન્ચુરી પૂરું કરી શકે છે, જે તેમની કારકિર્દીનું બીજું ડબલ હન્ડ્રેડ હશે. આ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડના ચાહકો ખુશ છે અને વેસ્ટ ઇન્ડિઝને મેચમાં પાછા આવવા માટે મોટી મહેનત કરવી પડશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ હજુ ઘણી રોમાંચક થવાની છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?