Home Gujarat Nursing Girl In Khokhara Died After Being Hit By A Dumper

ખોખરામાં નર્સિંગ કરતી યુવતીને ડમ્પરે અડફેટે લેતા મોત : પરિવારજનો પર દુઃખનો પહાડ, પોલીસે કાર્યવાહી હાથધરી

ખોખરામાં નર્સિંગ કરતી યુવતીને ડમ્પરે અડફેટે લેતા મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 09:33 AM IST

Khokhra Accident News : અમદાવાદના ખોખરામાં નર્સિંગ કરતી યુવતીને ડમ્પરે અડફેટે લેતાં કરૂણ મોત થયું છે. 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતી હતી. ગઈકાલે રાતે ખુશ્બુ પોતાની એક્ટિવા પર અનુપમ વિસ્તારમાંથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં યુવતીનું મોત

અકસ્માતમાં સામેલ ડમ્પરનો નંબર GJ-27-TT-1555 હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે ખુશ્બુ એક્ટિવા પરથી રસ્તા પર પટકાઈ ગઈ હતી. અકસ્માતમાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

યુવતીના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને યુવતીના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now