Home National Nppa Medicine Price List 2026 39 Drugs New Retail Price India

ડાયાબિટીસ, BP અને હાર્ટના દર્દીઓ માટે ખુશખબર! : સરકારે 39 દવાઓના ભાવની મર્યાદા નક્કી કરી, મેડિકલ સ્ટોર હવે નહીં કરી શકે મનમાની

NPPA Medicine Price List 2026
Image Credit: who.int
Published by: Nirali Gohil
Last Updated: Jul 11, 2026, 12:07 PM IST

NPPA Medicine Price List 2026: દેશભરમાં દવાઓના વધતા ખર્ચ વચ્ચે સામાન્ય દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કુલ 39 નવી દવાઓના રિટેલ ભાવ નક્કી કર્યા છે. હવે આ દવાઓ વેચતી કોઈપણ ફાર્મા કંપની અથવા મેડિકલ સ્ટોર સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતાં વધુ MRP વસૂલી શકશે નહીં. જો સંબંધિત દવા પર GST લાગુ પડતો હોય તો તે નિર્ધારિત કિંમત ઉપરાંત અલગથી ઉમેરવામાં આવશે. આ નિર્ણય ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર-2013 (DPCO-2013) હેઠળ લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, આ પગલાથી સામાન્ય દર્દીઓને જરૂરી દવાઓ વાજબી કિંમતે ઉપલબ્ધ થશે અને દવાઓના બજારમાં પારદર્શિતા તેમજ ભાવ નિયંત્રણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, એન્ટીબાયોટિક્સ, આંખોની દવાઓ, કેન્સર, HIV, મિર્ગી અને વિટામિન Dની સારવારમાં ઉપયોગી દવાઓ હવે નિયંત્રિત કિંમતે મળશે.

કઈ બીમારીઓની દવાઓના ભાવ નક્કી કરાયા?

NPPA દ્વારા જાહેર કરાયેલી યાદીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ દેશભરમાં મોટા પ્રમાણમાં થાય છે. તેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, એન્ટીબાયોટિક, આંખોની સારવાર, પેઇન મેનેજમેન્ટ, કેન્સર, HIV અને વિટામિન Dની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ સામેલ છે.

આ પણ વાંચો: મમતા બેનર્જીની પાર્ટીને મોટો ઝટકો! : વધુ 12 બેંક ખાતાં ફ્રીઝ, રૂ.1000 કરોડથી વધુની રકમ પર લાગી રોક

મુખ્ય કેટેગરીઓમાં સામેલ દવાઓ

બ્લડ પ્રેશરની દવાઓ

  • Amlodipine

  • Telmisartan

  • Bisoprolol

  • Nebivolol

  • Olmesartan સહિતના વિવિધ કોમ્બિનેશન

ડાયાબિટીસની દવાઓ

  • Dapagliflozin

  • Empagliflozin

  • Sitagliptin

  • Metformin

  • Glimepirideના વિવિધ કોમ્બિનેશન

એન્ટીબાયોટિક્સ

  • Amoxicillin + Clavulanate

હૃદયરોગની દવાઓ

  • Aspirin

  • Atorvastatin

  • Clopidogrelના કોમ્બિનેશન

આંખોની દવાઓ

  • Eye Drops

  • Ophthalmic Solutions

કેન્સરની દવા

  • Imatinib Oral Solution

HIVની દવા

  • Darunavir + Ritonavir + Dolutegravir Kit

સ્ટ્રોક અને હાર્ટ એટેકમાં ઉપયોગી ઇન્જેક્શન

  • Tenecteplase Injection

કેટલી દવાઓના કેટલા ભાવ નક્કી કરાયા?

NPPAએ દવાઓની પ્રતિ ગોળી, પ્રતિ કેપ્સ્યુલ, પ્રતિ મિલીલીટર અથવા પ્રતિ વાયલના આધારે નવી રિટેલ કિંમત જાહેર કરી છે.

દવાનું નામ

નક્કી કરાયેલ કિંમત

Amlodipine + Telmisartan + Metoprolol Tablet

રૂ.12.03 પ્રતિ ગોળી

Amoxicillin + Clavulanate Tablet

રૂ.27.31 પ્રતિ ગોળી

Aspirin + Atorvastatin Capsule

રૂ.3.67 પ્રતિ કેપ્સ્યુલ

Dapagliflozin + Telmisartan Tablet

રૂ.19.30 પ્રતિ ગોળી

Vitamin D3 Oral Solution

રૂ.15.88 પ્રતિ મિલીલીટર

Tenecteplase 50 mg Injection

રૂ.60,238.27 પ્રતિ વાયલ

દર્દીઓને શું મળશે ફાયદો?

સરકારના આ નિર્ણયથી સામાન્ય દર્દીઓને સીધો લાભ મળશે. હવે કંપનીઓ મનફાવે તેવા ભાવ વસૂલી શકશે નહીં.

  • જરૂરી દવાઓ વધુ સસ્તા અને નિયંત્રિત દરે મળશે.

  • MRPમાં મનસ્વી વધારો શક્ય નહીં રહે.

  • દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.

  • દવાઓના બજારમાં પારદર્શિતા અને ભાવ નિયંત્રણ વધશે.

  • લાંબા ગાળાની સારવાર લેતા દર્દીઓનો દવાનો ખર્ચ ઘટી શકે છે.

ફાર્મા કંપનીઓ માટે શું છે નવા નિયમો?

NPPAના આદેશ મુજબ જે કંપનીઓ માટે આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેઓ આથી વધુ કિંમતે દવા વેચી શકશે નહીં.

જો આગામી 12 મહિનામાં કોઈ બીજી કંપની આ જ દવા બજારમાં લોન્ચ કરશે તો તેને પણ આ જ નિર્ધારિત કિંમત અથવા તેનાથી ઓછી કિંમતે વેચવી પડશે.

કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં NPPAના પોર્ટલ પર દવાઓની કિંમત અને અન્ય જરૂરી માહિતી જમા કરાવવી ફરજિયાત રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરશો તો થશે કાર્યવાહી

જો કોઈ કંપની સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલશે તો તેની સામે DPCO-2013 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

આવા કિસ્સામાં કંપનીએ ગ્રાહકો પાસેથી વધારામાં વસૂલેલી રકમ વ્યાજ સહિત પરત કરવાની ફરજ પડી શકે છે.

NPPA દ્વારા જાહેર કરાયેલી તમામ 39 દવાઓની યાદી

  1. Amlodipine + Telmisartan + Metoprolol Succinate (ER) Tablet

  2. Amoxicillin + Potassium Clavulanate Dispersible Tablet

  3. Amoxicillin + Potassium Clavulanate Tablet

  4. Aspirin (Gastro Resistant) + Atorvastatin Capsule

  5. Aspirin + Atorvastatin + Clopidogrel Capsule

  6. Atorvastatin + Ezetimibe Tablet (20 mg + 10 mg)

  7. Atorvastatin + Ezetimibe Tablet (10 mg + 10 mg)

  8. Atorvastatin + Clopidogrel Tablet (10 mg + 75 mg)

  9. Atorvastatin + Clopidogrel Tablet (20 mg + 75 mg)

  10. Bisoprolol Fumarate + Telmisartan Tablet (5 mg + 40 mg)

  11. Bisoprolol Fumarate + Telmisartan Tablet (2.5 mg + 40 mg)

  12. Cetirizine Hydrochloride Drops

  13. Clobazam Oral Suspension

  14. Dapagliflozin + Telmisartan Tablet

  15. Empagliflozin + Sitagliptin + Metformin ER Tablet (10 mg)

  16. Empagliflozin + Sitagliptin + Metformin ER Tablet (25 mg)

  17. Nebivolol Hydrochloride + Amlodipine Tablet

  18. Olmesartan Medoxomil + Amlodipine Tablet

  19. Phenylephrine + Chlorpheniramine + Boric Acid + HPMC Eye Drops

  20. Polmacoxib + Paracetamol Tablet

  21. Telmisartan + Chlorthalidone Tablet (40 mg + 12.5 mg)

  22. Telmisartan + Chlorthalidone Tablet (80 mg + 12.5 mg)

  23. Telmisartan + Chlorthalidone Tablet (40 mg + 6.25 mg)

  24. Telmisartan + Cilnidipine Tablet

  25. Telmisartan + Cilnidipine + Chlorthalidone Tablet

  26. Torsemide + Spironolactone Tablet

  27. Trypsin-Chymotrypsin + Aceclofenac + Paracetamol Tablet

  28. Vitamin D3 Oral Solution

  29. Tenecteplase (TNK-tPA) Injection

  30. Netarsudil + Latanoprost Ophthalmic Solution

  31. Imatinib Oral Solution

  32. Amlodipine + Bisoprolol + Telmisartan Tablet (2.5 mg)

  33. Amlodipine + Bisoprolol + Telmisartan Tablet (5 mg)

  34. Nepafenac + Moxifloxacin Ophthalmic Solution

  35. Darunavir + Ritonavir + Dolutegravir Tablet Kit (Combikit)

  36. Clopidogrel + Aspirin + Atorvastatin Capsule

  37. Glimepiride + Voglibose + Metformin SR Tablet

  38. Sitagliptin + Metformin + Glimepiride Tablet (2 mg)

  39. Sitagliptin + Metformin + Glimepiride Tablet (1 mg)

આ નિર્ણયથી ખાસ કરીને લાંબા સમય સુધી દવા લેતા દર્દીઓ માટે સારવારનો ખર્ચ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારનું માનવું છે કે દવાઓના ભાવ પર નિયંત્રણ લાવવાથી દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર વધુ સસ્તા દરે મળી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now