Home Gujarat Not An Accident In Unjha Mehsana But The M Of A Girlfriend

પ્રેમીએ પ્રેમિકાને પુરપાટ ઝડપે કારથી ટક્કર મારી બ્રિજ પરની નીચે ફેંકી! : મહેસાણાના ઊંઝામાં બનેલી ઘટનાએ આખા ગુજરાતમાં મચાવી ચકચાર

પ્રેમીએ પ્રેમિકાને પુરપાટ ઝડપે કારથી ટક્કર મારી બ્રિજ પરની નીચે ફેંકી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 05:35 AM IST

Unjha Crime News : મહેસાણા જિલ્લાના ઊંઝામાં બનેલો અકસ્માતનો કેસ હવે હત્યામાં ફેરવાયો છે. મુંબઈની લવિના ડિસોઝાના મોતનો ભેદ પોલીસે ઉકેલતા ખુલ્યું છે કે આ અકસ્માત નહીં પરંતુ પ્રેમીએ જ હત્યા કરી હતી. પાલનપુરના પવન રાજગોર, જે લવિનાનો પ્રેમી હતો, તેની સાથે ચેન અને રૂપિયા સંબંધિત લેતી–દેતી બાબતે ઝઘડો થતાં તેણે ફિલ્મી ઢબે આ હત્યા અંજામ આપ્યું હતું.

ફિલ્મી ઢબે હત્યા

પોલીસની તપાસ મુજબ ઝઘડા દરમિયાન પવન રાજગોરે પહેલા લવિનાને બ્રિજ પરથી નીચે ફેંકી દીધી, ત્યારબાદ કારને ઈરાદાપૂર્વક તેની તરફ દોડાવી 50 ફૂટ નીચે પટકાવી દીધી હતી, જેથી આખી ઘટના અકસ્માત જેવી લાગે.

આરોપી ઝડપાયો

આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લીધો હતો, જેમાં મૃતક લવિનાના પતિ અને પુત્રનો ખાસ ફાળો રહ્યો હતો. લવિના અને પવન વચ્ચે ફોન પર થયેલા ઝઘડાના કોલ ડિટેઈલ્સ, તેમજ પતિએ વ્યક્ત કરેલી શંકાઓના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું. આરોપી પવન રાજગોરને પોલીસએ કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now