Home Sports Nitish Kumar Reddy Ruled Out Of Ind Vs Eng Series Arshdeep Singh Ruled Out Of 4th Test

IND VS ENG: બે ખેલાડી ઈજાગ્રસ્ત થતા 'ગંભીર' ચિંતા! : નીતિશ રેડ્ડી Ruled out, આ ફાસ્ટ બોલર એક મેચમાંથી બહાર

IND VS ENG: બે ખેલાડી ઈજાગ્રસ્ત થતા 'ગંભીર' ચિંતા!
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 10:23 AM IST

IND VS ENG: ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થઈ રહી છે. આ મેચ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો લાગ્યો છે. મેચ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ જોઈને BCCIએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો છે. BCCIની પ્રેસ રિલીઝ પ્રમાણે નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી તો અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રેડ્ડીને ઘૂંટણમાં ઈજા પહોંચી છે જ્યારે બીજી તરફ અર્શદીપ સિંહનો હાથ પ્રેક્ટિસ સ્ટેશન દરમિયાન બોલ પકડતા ફાટી ગયો હતો. હવે અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

નીતિશ કુમાર રેડ્ડીને ઘૂંટણની ઈજા

BCCIની પ્રેસ રિલીઝ પ્રમાણે ઓલ રાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઈજાના કારણે બાકી રહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. નિતીશ સ્વદેશ પરત ફરશે અને ટીમ ઈન્ડિયા તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.

અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર

અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બેકેનહેમમાં એક ટ્રેનિંગ સેશન દરમિયાન નેટ પર બોલિંગ કરતી વખતે તેના ડાબા અંગૂઠામાં બીજા પહોંચી હતી. BCCIની મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now