Home Entertainment Nita Ambani Purple Banarasi Saree Look Details

ભારતીય પરંપરા અને લક્ઝરીનું અનોખું સંગમ : નીતા અંબાણી રોયલ પર્પલ બનારસી સાડીમાં દેખાયા અત્યંત સુંદર

Nita Ambani in royal purple Banarasi saree
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 14, 2026, 07:38 AM IST

નીતા અંબાણી તેમની શાનદાર ફેશન સેન્સ અને ભારતીય કલા પ્રત્યેના પ્રેમને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમનો એક શાહી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ પર્પલ (જાંબલી) રંગની બનારસી સાડીમાં અદભૂત દેખાઈ રહ્યા હતા.

શાહી બનારસી સાડી અને ઝીણવટભર્યું કામ

નીતા અંબાણીએ આ ખાસ પ્રસંગ માટે 'સ્વદેશ' બ્રાન્ડની લક્ઝુરિયસ પર્પલ બનારસી સાડી પસંદ કરી હતી. આ સાડી પર ગોલ્ડન ઝરીનું અત્યંત બારીક કામ કરવામાં આવ્યું છે, જે તેને ક્લાસિક અને ભવ્ય લુક આપે છે. આ સાડી સાથે તેમણે મેચિંગ બ્રોકેડ બ્લાઉઝ પહેર્યું હતું, જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવતું હતું.

આ પણ વાંચો: 'હું મારી ગર્લફ્રેન્ડ સાથે છું' | Ranveer Allahbadia હવે સિંગલ નથી! જાણો કોણ છે ગર્લફ્રેન્ડ | Offbeat Stories

ટ્રેડિશનલ જ્વેલરી અને સ્ટાઇલ

પોતાના લુકને પૂર્ણ કરવા માટે નીતા અંબાણીએ ગોલ્ડન ટેમ્પલ જ્વેલરી પસંદ કરી હતી. તેમણે ગળામાં ભારે લોંગ નેકલેસ, કાનમાં મોટા ઝુમખા અને હાથમાં સુંદર બંગડીઓ સાથે બિંદી તેમના પારંપરિક લુકને વધુ આકર્ષક બનાવતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now