Home Entertainment Nita Ambani Gifts Peacock Brooch To Vikas Khanna

નીતા અંબાણીની વિકાસ ખન્નાને ખાસ 'મોર' બ્રોચની ભેટ : ન્યૂયોર્કમાં TIME100 ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીની ખાસ સરપ્રાઈઝ.

Nita Ambani gave Vikas Khanna a special 'peacock' brooch as a gift
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 25, 2026, 06:51 AM IST

નીતા અંબાણીએ ન્યૂયોર્કમાં શેફ વિકાસ ખન્નાને આપી ખાસ સરપ્રાઈઝ

ન્યૂયોર્ક શહેરમાં તાજેતરમાં પ્રતિષ્ઠિત TIME100 ગાલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને વિશ્વવિખ્યાત શેફ વિકાસ ખન્ના વચ્ચેની એક ભાવુક ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હીરા જડિત 'મોર' બ્રોચની ભેટ

ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીએ વિકાસ ખન્નાને એક ખૂબ જ સુંદર અને કલાત્મક બ્રોચ (Brooch) ભેટમાં આપી હતી. આ બ્રોચ ભારતનું રાષ્ટ્રીય પક્ષી ગણાતા 'મોર' ની ડિઝાઈન ધરાવે છે. આ હીરા અને કિંમતી પથ્થરોથી જડેલી બ્રોચ ભારતીય હસ્તકલા અને પરંપરાનું પ્રતિક છે.

વિકાસ ખન્નાએ વ્યક્ત કર્યો આભાર

શેફ વિકાસ ખન્નાએ આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા નીતા અંબાણીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે નીતા અંબાણી હંમેશા ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે તત્પર રહે છે. આ ભેટ તેમના માટે માત્ર એક વસ્તુ નથી પરંતુ સન્માનનું પ્રતિક છે.

આ પણ વાંચો: વર્ષ 2027 ની ઈદ પર ભાઈજાનની ધમાકેદાર વાપસી | નયનતારા સાથે પહેલીવાર જોવા મળશે સલમાન ખાન | Offbeat Stories

ચાહકોમાં લોકપ્રિયતા

સોશિયલ મીડિયા પર લોકો આ ભેટ અને નીતા અંબાણીના વિનમ્ર સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે. વિકાસ ખન્ના જેઓ પોતે ભારતીય ભોજનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે જાણીતા છે, તેમને આ રીતે સન્માનિત કરવા બદલ પ્રશંસકો ખુશ જોવા મળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now