ભારતીય બજારમાં મધ્યમ કદની SUV સેગમેન્ટમાં લોકપ્રિય Kia Seltos ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેશન સાથે આવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની હાલ તેના પરીક્ષણ તબક્કામાં છે અને લોન્ચ પહેલાં તેને હૈદરાબાદમાં પહેલીવાર જોવા મળ્યું છે.
અપડેટેડ ડિઝાઇન અને ફીચર્સ
નેક્સ્ટ જનરેશન Seltosમાં અનેક આધુનિક સુવિધાઓ જોવા મળી શકે છે:
નવી LED હેડલાઇટ્સ
બ્લેક રૂફ રેલ્સ અને એલોય વ્હીલ્સ
ડ્યુઅલ ટોન ORVMs
ટ્રિપલ સ્ક્રીન સેટઅપ
EV9 જેવી આરામદાયક સીટો
ડ્યુઅલ ઝોન ઓટો AC
પાવર્ડ સીટો અને પેનોરેમિક સનરૂફ
વાયરલેસ ફોન ચાર્જર
છ એરબેગ્સ અને 360 ડિગ્રી કેમેરા
લેવલ-2 ADAS અને TPMS જેવી અદ્યતન સલામતી સુવિધાઓ
એન્જિન ઓપશન્સ
રિપોર્ટ્સ અનુસાર, Kia નવી પેઢીની Seltosને પેટ્રોલ, ડીઝલ તેમજ હાઇબ્રિડ ટેકનોલોજી સાથે લોન્ચ કરી શકે છે. સાથે જ તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
ક્યારે થશે લૉન્ચ?
કિયા તરફથી સત્તાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે 2026 સુધીમાં નવી પેઢીની Kia Seltos ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે.
મીડ સાઈઝ SUV સેગમેન્ટમાં કિયા સેલ્ટોસને કડક સ્પર્ધાનો સામનો કરવો પડશે. તેના પ્રતિસ્પર્ધીઓમાં હોન્ડા એલિવેટ, મારુતિ ગ્રાન્ડ વિટારા, MG હેક્ટર અને મહિન્દ્રા સ્કોર્પિયો જેવી લોકપ્રિય SUVનો સમાવેશ થાય છે.






