Home Gujarat News Gujarat Gujarati Music World Padma Shri Awardee Purushottam Upadhyay Passes Away Mumbai Age 90

સૂરના સમ્રાટની વિદાય : પદ્મ શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન

સૂરના સમ્રાટની વિદાય
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2024, 02:26 PM IST

પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગાયક પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પુરૂષોત્તમ ઉપાધ્યાયએ સમગ્ર ભારતમાં ગુજરાતી સાહિત્ય અને સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાના તેમના યોગદાન માટે જાણવામાં આવે છે. તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો અને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી પણ તેમને સન્માનિત કર્યા હતા.

પુરુષોત્તમ ઉપાધ્યાયએ 'હે રંગલો...'થી લઈ 'દિવસો જુદાઈ'ના જેવા અનેક ગીતોને સ્વર આપી અમર બનાવ્યા છે. તેમના જીવનકાળમાં તેમણે 30થી વધુ ફિલ્મો અને 30 નાટકોમાં સંગીત આપ્યું હતું. તેમણે સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના વિવિધ ખૂણાંમાં વસતા ગુજરાતીઓના હૃદયને સ્પર્શી ગયા હતા. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં આલા દરજ્જાનાં ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now