Home Gujarat News Gujarat Bharuch Crime Child 10 Year Old Girle Police Arrest

સલામત ગુજરાતની શર્મસાર હકીકત : 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ, દીકરીના દુશ્મનોને નથી રહ્યો કાયદાનો ડર!

સલામત ગુજરાતની શર્મસાર હકીકત
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2024, 12:14 PM IST

ભરૂચ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું. કેમ કે, જે દિકરીને હજુ ગુડટચ, બેડટચ કોને કહેવાય તેની સમજ પડે એ પહેલાં તો હવસ ભૂખ્યા વરૂએ તેનો બીજી વખત શિકાર કરી નાખ્યો. 10 વર્ષની દીકરી પર પિશાચ બનીને નરાધમે તેને ન માત્ર પિંખી નાખી પરંતુ દુષ્કર્મ આચર્યા બાદ હેવાનીયતની તમામ હદ પાર કરી નાખી. જો કે, ભરૂચ પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ માસૂમની જિંદગી નર્ક બનાવનાર નરાધમને ઘટનાના બે દિવસની અંદર ઝડપી લીધો. વિજય પાસવાન નામના આ રાક્ષસની પૂછપરછમાં જે હકીકત સામે આવી તેણે પોલીસના પગ નીચેથે જમીન ખસાવી દીધી. કેમ કે, આરોપી વિજય પાસવાને આ દીકરી સાથે જે કર્યું એ રાક્ષસી કૃત્ય હતું. કેમ કે, આરોપી વિજયે દુષ્કર્મકર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાખ્યો હતો. જેના કારણે બાળકીના પેટના સ્ટૂલ એરિયા, વજાઈનામાં ગંભીર ઇજાઓ થઇ છે. દીકરીનું એક ઓપરેશન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કરાયા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવાઈ છે.


પોલીસ સામે આરોપીએ કબૂલ્યું પાપ
ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં બાળકી લોહીથી લથપથ અવસ્થામાં મળી આવી હતી. પોલીસે તપાસ કરી સમગ્ર પ્રકરણમાં પાડોશી પરપ્રાંતીય વિજય પાસવાનને દબોચી લીધો હતો. તપાસ દરમિયાન તેના ઘર નજીકથી જ લોહીથી લથબથ લોખંડનો સળીયો પણ મળી આવ્યો હતો. ભરૂચ SP મયુર ચાવડાએ મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, આરોપીનું નામ વિજય પાસવાન છે. અને તેણે આ બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહીં, ભરૂચ SPનું કહેવું છે કે, આરોપી વિજયે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગના ભાગમાં લોખંડનો સળીયો નાંખીને ઈજા પહોંચાડી હતી. તપાસ દરમિયાન તેના ઘર નજીકથી જ લોહીથી લથબથ લોખંડનો સળીયો પણ મળી આવ્યો હતો. એક મહિના અગાઉ આ જ બાળકી સાથે આરોપી વિજયે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરાના માતા પિતાએ પરપ્રાંતીય હોવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જેના કારણે નરાધમને સતત બીજી વખત દુષ્કર્મ કરવાની હિંમત ખુલી હતી. સગીરાને સંધ્યાકાળે મોટી દીવાલની પાછળ તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું.

ભરૂચની દીકરીને ન્યાય અપાવવા પોલીસનું વચન
હવસખોર વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી દીકરીને ગંભીર પ્રકારે ઇજા પહોંચાડતા વડોદરામાં પણ દિલ્હી અને ઝારખંડ પોલીસે પહોંચી. તો બીજી તરફ ભરૂચ sp મયુર ચાવડાએ ગુનાની ગંભીરતા સમજી DySPની આગેવાનીમાં PI, PSIની સમિતિ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સાથે જ sp મયુર ચાવડાએ ગણતરીના દિવસોમાં તપાસ કરી ચાર્જશીટ શક્ય બને તેટલી વહેલી રજૂ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી. એટલુ જ નહીં, ભોગબનનાર દીકરીને પૂરતી સારવાર મળી રહે અને પરિવારને વળતર મળી રહે તેવું પણ વચન આપ્યું. પરંતુ હકીકત તો એ છે કે, ગુજરાતમાં સશક્તિકરણ અને સુરક્ષાના દાવાઓ કરનાર પોલીસ ફૂલ જેવડી દીકરીઓને પણ સુરક્ષિત રાખી શકતી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now