Home Sports News Cricket India Vs England Joe Root Shubhman Gill Benstokes Washington Sundar Jasprit Bumrah

ENG VS IND: રૂટ ફરીથી ભારતીય ટીમ માટે બન્યા માથાનો દુખાવો. : શુભમન ગિલની અને ટીમ ઈન્ડિયાની આ હશે રણનીતિ

ENG VS IND: રૂટ ફરીથી ભારતીય ટીમ માટે બન્યા માથાનો દુખાવો.
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 08:12 AM IST

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડના મેદાન પર ભારતીય ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર દેખાઈ રહી છે. આ મેચમાં ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધી ઇંગ્લેન્ડ 7 વિકેટના નુકશાને 544 રન બનાવી નાખ્યા છે. લિયામ ડોસન 21 રન અને કેપ્ટન બેન સ્ટોક્સ 77 રન બનાવીને નોટઆઉટ છે. ઇંગ્લેન્ડની જોડે 186 રનની લીડ થઈ ગઈ છે અને 3 વિકેટ તેમની પાસે છે. મૈનચેસ્ટરના આયોજક ઇંગ્લેન્ડ એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કે જયાંથી તે હારી જાય તેવી અશકય લાગી રહ્યું છે. હવે ઇંગ્લેન્ડનું લક્ષ્ય એ જ હશે કે તે 5 મેચ ની ટેસ્ટ શ્રેણીને 3-1થી આગળ રહીને છેલ્લી મેચ રમવા જશે. ચોથા દિવસે આ મેચ કઈ ટીમ જીતશે તે નક્કી થઈ જશે.

રૂટ ફરીથી ભારતીય ટીમ માટે બન્યા માથાનો દુખાવો.

ઇંગ્લેન્ડ માટે શરૂઆત કરતાં જેક ક્રોલી અને બેન ડકેટે પહેલી વિકેટની પાર્ટનરશીપમાં 166 રન બનાવ્યા હતા . પછી જો રૂટ અનેલી પોપે ત્રીજી વિકેટમાં 144 રનની પાર્ટનરશીપ કરી હતી. વોશિંગ્ટન સુંદરે ખૂબ ઓછા સમયની અંદર ઓલી પોપ અને હેરી બ્રૂકને આઉટ કરી નાખ્યા હતા, પરંતુ ઇંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોક્સ અને જો રૂટે પાંચમી વિકેટ પાર્ટનરશીપમાં 142રન જોડ્યા હતા. આ ત્રણ પાર્ટનેરશીપની મદદથી ઇંગ્લેન્ડ ખૂબ સારી એવી પરિસ્થિતિમાં છે. જો રૂટે 248 બોલમાં શાનદાર 150 રન ફટકાર્યા, તેની સાથે રૂટ દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા બૅટ્સમૅનોની લિસ્ટમાં બીજા કર્મે આવી ગયા છે.

શુભમન ગિલની અને ટીમ ઈન્ડિયાની રણનીતિ શું હશે?

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જલ્દી ઓલઆઉટ કરવી પડશે. ત્યારબાદ ભારતીય બૅટ્સમૅનો 500 જેટલા રન ફટકારવા પડશે. તો જ ટીમ આ મેચ જીતી શક્શે. પરંતુ જો ભારતીય ટીમ આ મેચ ડ્રૉ કરવા જશે તો તે એક સારો નિર્ણય રહેશે. કેમ કે ચોથા દિવસે વરસાદની 47% જેટલી સંભાવના છે, જો વરસાદ આવે તો આ મેચ ડ્રૉ પણ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now