Home Entertainment News Aamir Khan Visited Kunaria Village And Held A Special Screening Of Sitare On The Ground And Refreshed Old Memories Of Lagaan

Aamir Khan એ જૂની યાદો કરી તાજા : 25 વર્ષે આ ગામમાં આવી 'લગાન'ની યાદ અપાવી

Aamir Khan એ જૂની યાદો કરી તાજા
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 01:15 PM IST

આમિર ખાનની ફિલ્મ 'લગાન'નું શૂટિંગ આ ગામમાં હતું. ફિલ્મ તેને ચાંપાનેર તરીકે દર્શાવામાં આવ્યું હતું. આ કુનરિયા ગામ છે. તે આ ગામમાં તેની જૂની યાદો તાજી કરી છે અને તમે સિતારે જમીન પર ફિલ્મ તમે ઓનલાઇન ott પરના કયા પ્લેટફોર્મ પર અને કયારથી જોઈ શકશો?

જૂની યાદોને તાજી કરશે

ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે તેની ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામ જઈ રહ્યો છે. આ ગામ ગુજરાતના ભુજ નજીક આવેલું છે. ફિલ્મ 'લગાન'નું શૂટિંગ આ ગામમાં જ પૂર્ણ થયું હતું. ફિલ્મમાં તેને ચંપાનેર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે કુનરિયા ગામમાં જવું એ આમિર ખાન માટે જૂની યાદોને તાજી કરવાનો આ અનુભવ હશે. ઉપરાંત, આ તેમના માટે વાર્તાઓ કહેવાની એક નવી રીત છે.

નવી પ્રતિભાઓને આપી તક

'સિતારે જમીન પર' માં આમિર ખાનની સાથે જેનેલિયા દેશમુખએ પણ મુખ્ય રોલમાં દેખાઈ હતી. ફિલ્મ 'સિતારે જમીન પર' દ્વારા આમિર ખાને દસ નવી ઉભરતી પ્રતિભાઓને ફિલ્મમાં તક આપી. તેણે આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર સાથે ફિલ્મ બનાવી હતી.

આ ફિલ્મને તમે ઓનલાઇન કયા જોઈએ શકો?

આ ફિલ્મનું ottમાં તમે કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો?

આ ફિલ્મના દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું હતું. આમિર ખાને ફિલ્મ 'સિતારે જમીન પર' OTT પર રિલીઝ કરી નથી, પરંતુ તે સીધી યુટ્યુબ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ 01 ઓગસ્ટના રોજ આમિર ખાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ 'આમિર ખાન ટોકીઝ' પર રિલીઝ થઈ છે. અહીં તમે આ ફિલ્મ પે-પર-વ્યૂ મોડેલ અનુસાર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ 100 રૂપિયા ચૂકવીને જોઈ શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now