Home Gujarat Newly Created Vav Tharad District Will Get A Modern District Service Hall

નવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન : 70 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકરમાં નિર્માણ પામશે, CM એ કર્યું ભૂમિ પૂજન

નવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 25, 2026, 11:27 AM IST

નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં નવું અદ્યતન જિલ્લા સેવા સદન મળશે. આ નવું નિર્માણ થનારું સેવા સદન જિલ્લાના સર્વાંગી વિકાસ ને નવી દિશા આપશે. 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે. આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૩૦ થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. તેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.

સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે

વાવ-થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રભારી સચિવ નાગરાજન, જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, માર્ગ અને મકાન સચિવ પી આર પટેલીયા સહિત અન્ય પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક: જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ: પતિએ પત્નીનું ગળું દબાવીને ચપ્પુના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, નાના બાળકના માથેથી છીનવાઈ ગઈ માતાની છત્રછાયા

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો: નકલી લૂંટનું નાટક રચવાના આરોપમાં 11 ગુજરાતીઓની ધરપકડ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!: ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર: માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!: ગુજરાતમાં 18-19 માર્ચે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં અસર, ખેડૂતોની ચિંતા વધી!

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!