logo-img
New Rules 1 April 2026 From Pan Card To Lpg And Itr These Big Rules Will Change From April 1 Know How It Will Affect Your Pocket

New Rules 1 April 2026 : PAN કાર્ડથી લઈ LPG અને ITR સુધી, 1 એપ્રિલથી બદલાશે આ મોટા નિયમો; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

New Rules 1 April 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 08:30 AM IST

ગાંધીનગર: નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વખતે પણ 1 એપ્રિલ, 2026 થી દેશભરમાં નાણાકીય વ્યવહારો અને ટેક્સને લગતા ઘણા મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના બજેટ અને રોજિંદા વ્યવહારો પર પડશે. કેન્દ્ર સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, PAN કાર્ડના ઉપયોગની મર્યાદાથી લઈને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધીના નિયમોમાં મોટું પરિવર્તન જોવા મળશે.

ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહતના સમાચાર છે કે બાળકોના શિક્ષણ ભથ્થા (Education Allowance) માં વર્ષો પછી મોટો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં કામ કરતા ટ્રેડર્સ માટે વ્યવહારો મોંઘા સાબિત થશે. ગેસ એજન્સીઓ પણ દર મહિનાની જેમ 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે, જેની અસર રસોડાના બજેટ પર પડી શકે છે. ચાલો જાણીએ 1 એપ્રિલથી અમલમાં આવનારા આ તમામ ફેરફારો વિશે વિગતવાર માહિતી.

PAN કાર્ડના નિયમોમાં મોટી છૂટછાટ

1 એપ્રિલથી સામાન્ય જનતા માટે પાન કાર્ડ (PAN) ની અનિવાર્યતામાં કેટલીક રાહત આપવામાં આવી છે:

  • રોકડ વ્યવહાર: હવે બેંક કે પોસ્ટ ઓફિસમાં વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN આપવું જરૂરી રહેશે નહીં.

  • ખર્ચ અને ખરીદી: હોટલ કે રેસ્ટોરન્ટના 1 લાખ રૂપિયા સુધીના બિલ માટે હવે પાન કાર્ડ માંગવામાં આવશે નહીં. તેમજ 5 લાખ રૂપિયા સુધીની કાર કે બાઇકની ખરીદી પર પણ PAN ની જરૂરિયાત દૂર કરવામાં આવી છે.

  • મિલકત: 20 લાખ રૂપિયા સુધીની પ્રોપર્ટીના સોદા માટે હવે PAN વિગતો ફરજિયાત નથી.

ITR ફાઇલિંગ: વેપારીઓ માટે વધારાનો સમય

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાઓ માટે ડેડલાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે:

  • નાના વ્યવસાયો: જેમનો વ્યવહાર ઓડિટ હેઠળ આવતો નથી તેવા વેપારીઓ હવે 31 જુલાઈના બદલે 31 ઓગસ્ટ સુધી ITR ફાઇલ કરી શકશે. તેમને એક મહિનાનો વધારાનો સમય મળશે.

  • પગારદાર વર્ગ: નોકરીયાત વર્ગ (ITR-1/ITR-2) માટે છેલ્લી તારીખ યથાવત 31 જુલાઈ જ રહેશે.

  • વીમા પોલિસી: હવે દરેક વીમા પોલિસી ખરીદતી વખતે PAN આપવું ફરજિયાત રહેશે, પછી ભલે રકમ નાની હોય.

બાળકોના શિક્ષણ પર કર રાહતમાં મોટો ઉછાળો

સરકારે વર્ષો જૂના એજ્યુકેશન એલાઉન્સના નિયમોમાં ફેરફાર કરીને વાલીઓને મોટી ભેટ આપી છે:

  • શિક્ષણ ભથ્થું: અત્યાર સુધી મળતી રૂપિયા 100 ની મુક્તિ વધારીને હવે રૂપિયા 3,000 પ્રતિ માસ કરવામાં આવી છે.

  • હોસ્ટેલ ભથ્થું: છાત્રાલયમાં રહેતા બાળકો માટેની મુક્તિ રૂપિયા 300 થી વધારીને રૂપિયા 9,000 પ્રતિ માસ કરી દેવામાં આવી છે.

  • આ લાભ મહત્તમ બે બાળકોના શિક્ષણ માટે મેળવી શકાશે.

શેરબજારમાં ટ્રેડિંગ થશે મોંઘું (SST માં વધારો)

ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) માં ટ્રેડિંગ કરતા રોકાણકારો પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (SST) નો બોજ વધશે:

  • Futures Trading: SST 0.02% થી વધીને 0.05% થશે.

  • Option Premium: ટેક્સ 0.10% થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે.

  • નોંધ: આ ફેરફાર માત્ર ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે છે, રેગ્યુલર શેર ખરીદ-વેચાણ (Cash Segment) પર તેની અસર થશે નહીં.

LPG ગેસના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 એપ્રિલ અને તે પહેલા 1 માર્ચે પણ ગેસ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવને આધારે ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now