Home Gujarat New Rera Rules To Come Into Effect In Gujarat From Today

ગુજરાતમાં આજથી રેરાનો નવો નિયમ લાગું : બાંધકામ સ્થળે આ વિગતો સાથેનું બોર્ડ ફરજિયાત, જાણો નવો નિયમ

ગુજરાતમાં આજથી રેરાનો નવો નિયમ લાગું
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 07:19 AM IST

New RERA Rules : ગુજરાતમાં આજથી રેરાના નવા નિયમો સત્તાવાર રીતે અમલમાં આવ્યા છે. આ નિયમો હેઠળ હવે દરેક બિલ્ડર માટે પોતાની સાઇટ પર બાંધકામ સંબંધિત સંપૂર્ણ માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બનાવાયું છે. હોર્ડિંગ, બોર્ડ અથવા બેનર પર પ્રોજેક્ટની તમામ જરૂરી વિગતો સ્પષ્ટ રીતે લખવી પડશે. ખાસ કરીને બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું હોવું જોઈએ જેથી માહિતી સ્પષ્ટ દેખાય.

આજથી રેરાના નવો નિયમ અમલમાં

નવા નિયમ મુજબ બોર્ડમાં પ્રોજેક્ટનો રેરા નંબર, એમેનિટીઝ, રેરા કલેક્શન, લોનની માહિતી અને બેંકની વિગતો સહિતની તમામ માહિતી રજૂ કરવી પડશે. જો કે, અત્યારે બોર્ડ પર આપવામાં આવેલો QR કોડ સ્કેન કરતાં ગ્રાહક સીધો રેરાની વેબસાઇટ પર જઈને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. જેથી ગ્રાહકોને જરૂરી માહિતી મેળવવા માટે અલગથી દોડધામ ન કરવી પડે.

આ નિયમો ક્યાં પ્રકારના પ્રોજેક્ટ માટે ફરજિયાત

આ નિયમો પ્લોટ, ફ્લેટ, બિલ્ડિંગ અને કોમર્શિયલ સાઇટ, જે બધા પ્રકારના પ્રોજેક્ટ માટે ફરજિયાત કરવામાં આવ્યા છે. રેરા મુજબ આ નિર્ણય બિલ્ડર્સ અને ઘરખરીદદાર ગ્રાહકો વચ્ચે ઉદ્દભવતા ગેરસમજો અને પ્રશ્નોને ટાળવા માટે મહત્વપૂર્ણ છે. મહત્વનું એ છે કે બોર્ડ, બેનર, હોર્ડિંગ અથવા ડિજિટલ ડિસ્પ્લેની લઘુત્તમ સાઈઝ 1.20 મીટર પહોળાઈ અને 2 મીટર ઊંચાઈ રાખવી પડશે, જેનાથી પ્રોજેક્ટની માહિતી સૌને સ્પષ્ટ રીતે નજરે પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત
સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ
અમદાવાદના પોશ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી અફરાતફરી
વડોદરામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ