ચીન, જે દેશથી કોરોનાની શરૂઆત થઈ હતી. તે દેશમાં હવે ફરી એક વાયરસ ફેલાયો છે. આ વાયરસ કોરોના જેવો જ ખતરનાક હોવાનો સોશિયલ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના રિપોર્ટના અનુસાર આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે, ચીનના હૉસ્પિટલ અને સ્મશાન ગૃહમાં ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઈન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 સહિત અનેક વાયરસની હાજરીનો દાવો કરી રહ્યા છે. આ વાયરસના લક્ષણો કોરોના જેવા જ હોવાથી ચિંતામાં વધારો થયો છે.
HMPV વાયરસ શું છે?
HMPVનું આખું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ છે.ચાઇના ડિસીઝ કંટ્રોલ ઓથોરિટી (DCA) એ HMPV વાયરસના ફેલાવાને રોકવા માટે એક પાયલોટ મોનિટરિંગ સિસ્ટમની જાહેરાત કરી છે. શિયાળા દરમિયાન ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાની અપેક્ષા છે. આ વાયરસ 2001માં ડચ સંશોધક દ્વારા શોધવામાં આવ્યો હતો. તે શ્વાસમાં ચેપનું કારણ બને છે. ઉધરસ અને છીંકથી તે ફેલાય છે. આ વાયરસ સૌથી વધુ અસર બાળકોને કરી રહ્યો છે. 14 વર્ષથી નાના અને ખાસ કરીને 2 વર્ષથી નાના બાળકો પર તેની વધુ અસર થઈ રહી છે.
વાયરસ કોને કરે છે વધુ અસર
HMPV ના મુખ્ય સોફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે. આ એ જ જૂથો છે જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને વારંવાર હાથને સેનિટાઈઝ કરવાની સલાહ આપી છે.
HMPV સામે રસીનો અભાવ
માનવ મેટાપ્યુમોવાયરસ માટે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી. તેના લક્ષણો સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ તે ગંભીર ચેપનું કારણ પણ બની શકે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસની સંખ્યા વધી રહી છે, જેના કારણે ચીનના આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે.

_9279020f-338d-4b98-96b2-2b398a947868.jpg)




