Home International New Delhi City Ncr Delhi Colleges Bomb Threat 20 Colleges Receive Bomb Threat Via Email

ફરી દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની ધમકી : 20 કોલેજોને ધમકીભર્યો મળ્યો ઈ-મેઈલ

ફરી દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની ધમકી
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 07:01 AM IST

રાજધાની દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી જીસસ એન્ડ મેરી કોલેજ સહિત 20 જેટલી કોલેજોને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

કોલેજોમાં ગભરાટ, પોલીસને જાણ

ધમકીભર્યા ઈ-મેઈલ મળતા જ કોલેજોના વહીવટીતંત્રમાં ગભરાટ ફેલાયો હતો. તમામ સંસ્થાઓએ તાત્કાલિક દિલ્હી પોલીસને જાણ કરી, જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

તપાસમાં ધમકી ખોટી સાબિત

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મળેલી બોમ્બની ધમકી ખોટી હતી. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિએ VPNનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે મોકલનાર સુધી સીધો પત્તો લગાવવો મુશ્કેલ બન્યો છે.

અગાઉ શાળાઓને પણ મળી હતી ધમકી

આ પહેલી વાર નથી કે દિલ્હીમાં આ પ્રકારની ધમકી મળી હોય. થોડા સમય પહેલા અનેક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ ધમકી આપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!