Home Gujarat New Cabinet To Be Sworn In Today

નવા મંત્રીમંડળની આજે શપથ : ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયાનું મંત્રી મંડળમાં સ્થાન નક્કી

નવા મંત્રીમંડળની આજે શપથ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 05:13 AM IST

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવી કેબિનેટ રચાઈ રહી છે અને કેટલાંક નવા ચહેરાઓ તેમજ અનુભવીઓએ સાથે મળી સરકારની કામગીરી આગળ વધારવાનું બીડું ઉઠાવ્યું છે. ધારાસભ્યો ફરી ફોન આવવાના શરૂ થઈ ગયા છે. આ શપથગ્રહણ પહેલા જુદી-જુદી વિધાયક અને નેતાઓને ફોન દ્વારા મંત્રીમંડળમાં સ્થાન માટે આમંત્રણ મળ્યાં હોવાની જાણકારી મળી રહી છે. જેમને ફોન આવ્યા છે તેમાં કેટલાકના નામ જણાવીએ

કોને મળ્યું મંત્રીપદનું ટેલિફોનિક આમંત્રણ?

પુરુષોત્તમ સોલંકી

ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ સોલંકીને મંત્રીની જવાબદારી મળી શકે છે. તેમને શપથગ્રહણ માટે ફોન આવ્યો છે.


કુંવરજી બાવળિયા

કોળી સમાજ વચ્ચે મજબૂત પકડ ધરાવતા બાવળિયાને પણ મંત્રી તરીકે સ્થાન મળવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેઓ પાણી પુરવઠા વિભાગમાં અગાઉથી કામ કરી ચૂક્યા છે.


પ્રફુલ પાનસેરિયા

પ્રફુલ પાનસેરિયાને મંત્રી માટે આમંત્રણ અપાયું છે. જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે.

ઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન અપાઈ શકે છે. તેઓને આરોગ્ય અને મેડિકલ વિભાગ જેવી મહત્વની જવાબદારી નીભાવી ચુક્યા છે.


કનુ દેસાઈ

બજેટના માસ્ટર તરીકે ઓળખાતા કનુ દેસાઈને કેબિનેટમાં મહત્વપૂર્ણ સ્થાન અપાઈ શકે છે. તેમને પણ શપથ માટે ફોન આવ્યો છે.

હર્ષ સંઘવી

ગુજરાતના લોકપ્રિય યુવા નેતા હર્ષ સંઘવીને ફરીથી મંત્રી તરીકે સ્થાન મળવાનું નક્કી થઈ ગયું છે. તેમને શપથ માટે ફોન રણક્યો છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now