Home Gujarat New Cabinet Sworn In Harsh Sanghvi May Become Deputy Cm

નવા મંત્રી મંડળ શપથવિધિ, હર્ષ સંઘવી બનશે ડેપ્યુટી CM : 10,000 મહેમાનો માટે ભોજન વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

નવા મંત્રી મંડળ શપથવિધિ, હર્ષ સંઘવી બનશે ડેપ્યુટી CM
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 07:47 AM IST

ગુજરાતમાં આજે ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના સભ્યો શપથ લેશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમ માટે રાજકીય ગરમાવો વધી ગયો છે અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્યોને આવ્યા ફોન: મંત્રીપદ માટે તજવીજ

નવી કેબિનેટમાં કયા ધારાસભ્યને સ્થાન મળશે તે અંગે ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે. કેટલાય ધારાસભ્યોને શપથગ્રહણ માટે ફોન દ્વારા આમંત્રણ અપાયું છે. આ આમંત્રણ મળનારા ધારાસભ્યોમાં પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને હર્ષ સંઘવી જેવા નામો ચર્ચામાં છે.

હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી

આ વખતે સૌથી વધુ ધ્યાન ખેંચતું નામ છે હર્ષ સંઘવીનું છે. શકયતા છે કે તેમને નાયબ મુખ્યમંત્રી બનશે. યુવાઓમાં લોકપ્રિયતા ધરાવતા હર્ષ સંઘવી અગાઉ પણ મહત્વની ખાતાઓ સંભાળી ચૂક્યા છે અને તેમની સંગઠન શક્તિ ભાજપ માટે લાભદાયક રહી છે.

10,000 મહેમાનો માટે બેઠક અને ભોજનની વિશાળ વ્યવસ્થા

શપથગ્રહણ માટે 10,000થી વધુ લોકો માટે વિશાળ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ મહેમાનો માટે ભોજનનો પણ વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ આયોજન ગાંધીનગરમાં એક ઉત્સવ જેવી લાગણી ઉભી કરી રહ્યું છે.

ભોજન મેનુમાં શું હશે?

ચૂરમા લાડુ

વાલનું શાક

ફ્રાયમ્સ

ફૂલવડી

પુરી

છાસ

ટમેટાંનું શાક

ગુજરાતી દાળ

વોટર જગ

તજ-લવિંગ ભાત

શપથ વિધિને લઈ ચુસ્તબંદોબસ્ત

નવા મંત્રીઓની શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અન્વયે 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર, 30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now