Home National Neet Paper Leak Rahul Gandhi Jibe Pm Modi Bjp Reaction Supreme Court

NEET વિવાદને લઈ PM મોદીના નિરીક્ષણના દાવા પર રાહુલ ગાંધીનો કટાક્ષ : કહ્યું- 'પેપર લીકનું પણ વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હશે'

Rahul Gandhi, PM Modi
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 06:47 AM IST

NEET paper leak: દેશભરમાં ચર્ચિત NEET-UG પેપર લીક અને પરીક્ષા રદ કરવાના વિવાદ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન સરકારે એવી રજૂઆત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે NEET-UG કેસની તપાસ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. સરકારના આ નિવેદન બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, "PM મોદીએ પેપર લીકનું પણ વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હશે". કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી NEET પેપર લીક અને CBSE ની 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સિસ્ટમને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ મુદ્દે તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાન પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં સરકારનું નિવેદન અને વિવાદની શરૂઆત

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે NEET-UG પરીક્ષા રદ કરવાના મુદ્દે અને સમગ્ર તપાસ પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ સરકારને એક એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું, જેમાં તપાસની પ્રક્રિયા અને નિષ્કર્ષ સુધી પહોંચવાની રીત વિશે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, "માનનીય વડાપ્રધાન વ્યક્તિગત રીતે તપાસનું નિરીક્ષણ કરી રહ્યા છે".

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે મોટી ટ્રેડ ડીલ: ગુજરાતના વેપારીઓ અને નિકાસકારો માટે ખુલશે નવી તકો

ભાજપનો પલટવાર: 'રાહુલ ગાંધી સંવેદનશીલતા કરતા સનસનાટીને વધુ મહત્વ આપે છે'

રાહુલ ગાંધીના આ કટાક્ષ બાદ સત્તાધારી પક્ષ ભાજપે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. ભાજપના નેતા અમિત માલવિયાએ 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, "આ ખૂબ જ અવાસ્તવિક અને પાયાવિહોણું છે કે, વડાપ્રધાન મોદીએ NEET પેપર લીકનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હોય". તેમણે વધુમાં ઉમેર્યું કે, "રાહુલ ગાંધી સનસનાટી ફેલાવવાનું પસંદ કરે છે, જવાબદારી નિભાવવાનું નહીં. આ જ કારણ છે કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર તેમને ગંભીરતાથી લેવામાં આવતા નથી". આ ઉપરાંત ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, "રાહુલ ગાંધી સાથે સમસ્યા એ છે કે અત્યાર સુધી તેઓ 'મુદ્દા' (Issue) ને સમજી શક્યા નહોતા, અને હવે તેઓ 'Issue' શબ્દને વાંચી પણ શકતા નથી".

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now