Home International Naxal Top Commander Devji Surrender Telangana Police 31 March Deadline

નક્સલીઓનું આત્મસમર્પણ : 44 વર્ષથી ભૂગર્ભમાં રહેલો ટોપ કમાન્ડર દેવજી શરણે, વધુ 50 નક્સલીઓ હથિયાર મૂકશે

નક્સલીઓનું આત્મસમર્પણ
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 06:40 PM IST

ભારતને 31માર્ચ સુધીમાં નક્સલ મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મંગળવારે નક્સલીઓના ટોચના 4 નેતાઓ પૈકીના મુખ્ય કમાન્ડર દેવજી ઉર્ફે તિપ્પરી થિરૂપતિ (62) અને સંગ્રામ ઉર્ફે મલ્લા રાજી રેડ્ડી (76) એ અન્ય બે વરિષ્ઠ સાથીઓ સાથે તેલંગાણા પોલીસના ડીજીપી બી શિવધર રેડ્ડી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ નેતાઓ 21 February ના રોજ જ પોલીસના સંપર્કમાં આવ્યા હતા જે બાદ મંગળવારે વિધિવત રીતે તેમને મુખ્યધારામાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આ મોટી સફળતા બાદ આગામી દિવસોમાં વધુ 50 જેટલા નક્સલીઓ પણ શરણાગતિ સ્વીકારે તેવી પૂરી સંભાવના છે અને પોલીસ અધિકારીઓ સતત તેમના સંપર્કમાં છે.

તેલંગાણા પોલીસના ડીજીપી બી શિવધર રેડ્ડીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે દેવજી અને સંગ્રામ ઉપરાંત બડે ચોક્કા રાવ ઉર્ફે દામોદર ઉર્ફે જગન અને નૂને નરસિમ્હા રેડ્ડી ઉર્ફે નરસિમ્હાએ પણ સરકાર સામે હથિયાર મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય કમાન્ડર દેવજી છેલ્લા 44 વર્ષથી અંડરગ્રાઉન્ડ રહીને પ્રવૃત્તિઓ કરતો હતો અને અત્યાર સુધી તે ક્યારેય પોલીસના હાથે ઝડપાયો નહોતો.

નક્સલીઓના ટોચના નેતૃત્વમાં દેવજીનું વર્ચસ્વ

દેવજી સીપીઆઈ (માઓવાદી)ના સચિવ પદ માટે પ્રબળ દાવેદાર હતો પરંતુ કેન્દ્રીય સમિતિની બેઠક ન મળવા છતાં તે સર્વોચ્ચ કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. હિંસાનો માર્ગ છોડીને સમાજની મુખ્યધારામાં પરત ફરેલા આ ચારેય નક્સલીઓને મંચ પર ડીજીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સ્થાન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દેવજીએ આત્મસમર્પણ માટે પોતાના નબળા સ્વાસ્થ્યને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેણે વિશ્વાસ અપાવ્યો છે કે હવે તે કાયદાનું પાલન કરીને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો કરશે. જાણકારો આ ઘટનાને દેવજીની નવી રાજકીય સફર તરીકે જોઈ રહ્યા છે.

લાંબુ ભૂગર્ભ જીવન અને સંઘર્ષની ગાથા

દેવજીએ વર્ષ 1991 માં અરિકે જૈની ઉર્ફે સૃજના સાથે લગ્ન કર્યા હતા જે વર્ષ 2020 માં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. દેવજીને 2002 માં કેન્દ્રીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા અને 2026 માં તેને સીએમસીના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર દેવજી સિવાય સંગ્રામ 46 વર્ષથી જ્યારે ચાકો 28 વર્ષ અને નરસિમ્હા 36 વર્ષથી ભૂગર્ભમાં રહીને નક્સલી નેતૃત્વ પૂરું પાડતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now