Home International National Sports News Congress Spoke Person Calls Rohit Sharma Fat Cricketer

રોહિત શર્મા જાડા છે, પહેલા પાતળા થાય! : આ શું બોલી ગયા કોંગ્રેસ નેતા!

રોહિત શર્મા જાડા છે, પહેલા પાતળા થાય!
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2025, 03:40 PM IST

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝિલેન્ડ સામે શાનદાર જીત મેળવી.. ભારતીય ખેલાડીઓ સહિત કરોડો ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ છે. આ જીત માટે આખી ભારતીય ટીમની જોરશોરથી પ્રશંસા કરવામાં આવી રહી છે. ના માત્ર ભારત પરંતુ પાકિસ્તાનમાં રહેલા ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમના વખાણ કરતા થાકતા નથી.... પણ અફસોસ.  આ ઉત્સાહના માહોલ વચ્ચે એક એવી ટિપ્પણી સામે આવે છે જેના કારણે દેશના ક્રિકેટપ્રેમીઓને ઝટકો લાગ્યો છે. દેશની સૌથી જૂની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે જાહેરમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિતને જાડા કીધા


એકતરફ જ્યા ભારતીય ટીમના ખેલાડીઓની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે... રોહિત શર્માના નેતૃત્વને લોકો બિરદાવી રહ્યા છે..... આ વચ્ચે કોંગ્રેસ નેતાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું અપમાન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમને ખેલાડી તરીકે રોહિતને અનફીટ ગણાવ્યા છે...  શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મX પર પોસ્ટ મૂકતા કહ્યું કે-   રોહિત શર્મા ખેલાડી તરીકે જાડા છે, તેમને વજન ઉતારવાની જરૂર છે, અને હા...ભારતીય ક્રિકેટ ટીમના સૌથી બિનઅસરકારક કેપ્ટન રહ્યા છે...   શમા મોહમ્મદ અહીં સુધી જ ના અટક્યા...  જ્યારે કોમેન્ટમાં કોઈ અન્ય યુઝરે રોહિત શર્માને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર ગણાવ્યા ત્યારે તેમણે રિપોસ્ટ કરતા કહ્યું કે-  તેમનામાં વર્લ્ડ ક્લાસ જેવું શું છે, બીજા ખેલાડીઓની તુલનામાં...  સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, કપિલ દેવ, રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોની સરખામણી ના થઈ શકે... તેઓ એક સરેરાશ ખેલાડી અને કેપ્ટન છે, નસીબજોગે તેમને કેપ્ટનશીપ મળી ગઈ છે...



શમાના નિવેદનની આકરી આલોચના


કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાના આ નિવેદનની દેશભરમાં આકરી આલોચના કરવામાં આવી છે.... ... કોંગ્રેસ નેતાના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીએ જ કિનારો કરી લીધો.  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેડાએકહ્યું કે-  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શમા મોહમ્મદની ટીપ્પણીનું પ્રતિનિધિત્વ કરતી નથી,  કોંગ્રેસ દેશના ખેલાડીઓને સર્વોચ્ચ સન્માન આપે છે... મહત્વનું છે કે શમા મોહમ્મદે પોસ્ટ તો ડિલીટ કરી પરંતુ યુઝર્સે તેમની પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા છે. વિવાદિત પોસ્ટ બાદ પણ કોંગ્રેસ પ્રવકતા શમા મોહમ્મદે પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો. જેની સામે રોહિત શર્માના અપમાનના આ વિવાદમાં ભાજપ રાહુલ ગાંધીને લઈ આવી છે.... ભાજપે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોંગ્રેસના કેપ્ટન રાહુલ ગાંધીની સરખામણી કરી છે....  ભાજપે કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા કહ્યું કે- એ લોકો રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવે છે, જે લોકો રાહુલ ગાંધીની કેપ્ટનશીપમાં 90 ચૂંટણીઓ હાર્યા છે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ 6 વખત ઝીરો બેઠક મેળવી શકી....  જેની સામે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 140માંથી 100 મેચો જીતી,  જેમની કેપ્ટનશીપમાં ભારતે ટી-20 વર્લ્ડકપ જીત્યો...  તે કોંગ્રેસને દેખાતું નથી... 

BCCIએ નિવેદનની કરી ટીકા


બીજીતરફ  BCCIએ આ નિવેદનને આપત્તિજનક ગણાવ્યું....BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ નિવેદનની આકરી આલોચના કરતા કહ્યું કે-  એક જવાબદાર વ્યક્તિ માટે આવી ટિપ્પણી થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે,  ટીમ અત્યારે મહત્વપૂર્ણ ટુનાર્મેન્ટ રમી રહી છે, તે વચ્ચે આવા નિવેદનોનો ખેલાડીઓ પર ખોટો પ્રભાવ પડે છે, મહેરબાની કરીને આવા નિવેદનોથી બચવું જોઈએ...   

હરભજનસિંહે નિવેદનની કરી ટીકા

કોંગ્રેસ નેતાના આ નિવેદનથી રાજકીય ઘમાસાણ તો મચ્યું છે, પરંતુ ક્રિકેટજગત સાથે સંકળાયેલા ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ અને કોચ પણ ભારે નારાજ થયા છે.... નેતાઓને આવા વિષયો પર નિવેદન આપવાનું ટાળવું જોઈએ તેવી પ્રતિક્રિયા પણ તેઓ આપી રહ્યા છે...

રોહિતના રેકોર્ડ પર નજર કરી લો

રોહિત શર્મા પર ટિપ્પણી કરનારા કોંગ્રેસ નેતાએ કદાચ તેમની ઉપલબ્ધિઓ પર નજર કરી હોત તો આ પ્રકારનું નિવેદન ના આપ્યું હોય...  રોહિત શર્માની ઉપલબ્ધિની વાત કરીએ તો...T-20 ફોર્મેટમાં રોહિત શર્મા સૌથી વધારે શતક મારનાર ભારતીય ખેલાડી છે, રોહિતના નામ પર એક જ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે સિક્સનો રેકોર્ડ છે, 19 સિક્સ સાથે રોહિત શર્માએ આ રેકોર્ડ બનાવ્યો...  એક જ વર્લ્ડકપમાં 5 સદી લગાવનારા રોહિત શર્મા એક બેટ્સમેન... રોહિત શર્માએ 8 વખત 150થી વધુ રન બનાવ્યા...  એક જ વન ડે મેચમાં સૌથી વધારે 33 ચોગ્ગા મારવાનો રેકોર્ડ રોહિત શર્મા પાસે છે...    

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now