પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ પોલીસ, ફાયર,હોમગાર્ડ અને નાગરિક સુધારણા અને સેવા કેન્દ્રોના કુલ 942 કર્મચારીઓને જુદી જુદી કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોમાંથી 95 બહાદુરી ચંદ્રકોછે. પોલીસ,ફાયરજવાનોઅને નાગરિક સંરક્ષણ કર્મચારીઓ તથા સુધારાત્મક સેવાઓમાં કાર્યરત કર્મચારીઓને પુરસ્કાર આપ્યા હોવાનું કેન્દ્ર સરકારના ગૃહવિભાગે જણાવ્યુ હતું.
નક્સલીઓ અને આતંકીઓનો સામનો કરનારાઓનું સન્માન
ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત 28, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં 28, ઉત્તર પૂર્વમાં 3અને અન્ય વિસ્તારોમાં તૈનાત 36ને તેમની શૌર્યતાનું પ્રદર્શન કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર
101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે, જેમાંથી 85 પોલીસ કર્મચારી, 5 ફાયર વિભાગના કર્મચારીઓ, 7 નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના જવાનોને તો 4 સુધારાના કામ કરનારા સેવાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ સિવાય 746 સેવા પદક આપવામાં આવ્યા છે. તે સિવાય 634 પોલીસ સેવા,37 ફાયરવિભાગ, 39 નાગરિક સુરક્ષા અને ગૃહ રક્ષક સેવા તથા 36 સુધારાવાદીઓને સેવા પદક આપવામાં આવશે.
વિશેષ સેવા માટે 101 સૈનિકોને રાષ્ટ્રપતિ પદક સોંપવામાં આવ્યા છે. આમાંથી,85પોલીસ કર્મચારીઓ, પાંચ ફાયર સર્વિસના કર્મચારીઓ, સાત સિવિલ સિક્યુરિટી અને હોમગાર્ડ સર્વિસ અને ચાર સુધારાત્મક સેવા એવોર્ડ આપવામાં આવ્યા છે.
મેડલ સાથે મળનારા લાભ
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક મેળવનારને દર મહિને 6000 હજાર રૂપિયા આપવામાં આવે છે. વીરતા પદક મેળવનારને પણ મહિને રૂ.6 હજાર આપવામાં આવે છે.





