Tej Pratap Yadav: બિહારની રાજનીતિના ભિષ્મ પિતામહ ગણાતા લાલુ પ્રસાદ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ચર્ચાનું કારણ તેમનો મોટો પુત્ર બન્યો છે જેના કારણે નવો વિવાદ છેડાયો છે. લાલુ પ્રસાદ યાદવે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટી અને પરિવારમાંથી હકાલપટ્ટી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025
આરજેડી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક તરફ લાલુ પ્રસાદ યાદવે પોતાના મોટા પુત્રની રાજકીય કારકિર્દી સામે ખતરો ઉભો કરી દીધો છે. તો બીજી તરફ પરિવારના મુખિયા તરીકે પણ લાલુએ પોતાના પુત્રને ઘરમાંથી બહાર કાઢી મુક્યો છે. લાલુએ મોટા દીકરાને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મૂક્યો:કહ્યું- તેજ પ્રતાપનું વર્તન બેજવાબદાર, હવે અમારો તેની સાથે કોઈ સંબંધ નથી
આરજેડી સુપ્રીમો લાલુ યાદવે રવિવારે ફેસબુક પર તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને ઘર અને પાર્ટીમાંથી હાંકી કાઢવા અંગે પોસ્ટ કરી હતી. લાલુ પ્રસાદે લખ્યું, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળી પાડે છે.'
'મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી.' તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેને પક્ષ અને પરિવારથી દૂર કરું છું. હવેથી તેની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
આ તમામ બખેડાનું કારણ બની છે એક સ્વરૂપવાન યુવતી. જેના પ્રેમમાં પડેલાં તેજ પ્રતાવ યાદવે સોશિયલ મીડિયા પર એ યુવતીની એક તસવીર અને પોતાની અંગત લાગણીઓ સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલાં લાલુ યાદવે પોતાના પુત્ર સામે આકરું વલણ અપનાવ્યું છે. લાલુ પ્રસાદ યાદવે પણ પોતાના નિર્ણયને જાહેર કરીને જાહેર જીવનમાં મર્યાદાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
લાલુ પ્રસાદ યાદવે પાર્ટી અને પરિવારમાંથી તેજ પ્રતાપ યાદવની હકાલપટ્ટીની જાહેરાત કર્યા બાદ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ તેના મોટા પુત્ર દ્વારા કરવામાં આવ્યો. તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને કહ્યુંકે, મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયું હતું અને કોઈએ મને અને મારા પરિવારને બનામ કરવા અને ખોટી અફવા ફેલાવવા માટે આવું કર્યું છે. હું મારા શુભચિંતકોને અપીલ કરું છું કે ખોટી અફવાહ પર ધ્યાન ન આપે. જોકે, લાલુ પ્રસાદ યાદવે તો તેજ પ્રતાપની પાર્ટી અને પરિવારમાંથી હકાલપટ્ટી કરી જ દીધી છે. જેથી આગામી સમયમાં પાર્ટીની કમાન લાલુ પ્રસાદના નાના દિકરા તેજસ્વી યાદવને સોંપાય તો નવાઈ નહીં.
मेरे सोशल मीडिया प्लैटफॉर्म को हैक एवं मेरे तश्वीरो को गलत तरीके से एडिट कर मुझे और मेरे परिवार वालो को परेशान और बदनाम किया जा रहा है,मैं अपने सुभचिंतको और फॉलोवर्स से अपील करता हूं कि वे सतर्क रहें और किसी भी अफ़वाह पर ध्यान न दे....
— Tej Pratap Yadav (@TejYadav14) May 24, 2025
ઉલ્લેખનીય છેકે, લાલુના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવે જે યુવતી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મુકીને તેની સાથે પોતાના રિલેશનની જાહેરાત કરી હતી તે યુવતીનું નામ અનુષ્કા યાદવ છે. તેણે એવી પણ જાહેરાત કરી હતી કે, અનુષ્કા સાથે તે છેલ્લાં 12 વર્ષથી રિલેશનશિપમાં છે. પણ કોઈને એ વાત કરી શકતો નથી જેથી તેણે સોશિયલ મીડિયામાં આ વાત કરી છે. બાદમાં લાલુ પ્રસાદે આ પોસ્ટને ગંભીરતાથી લઈને તેજ પ્રતાપ સાથે સંબંધ તોડી દેતા તેજ પ્રતાપે આખો મામલો વાળવા સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થયું હોવાની વાર્તા ઉભી કરી દીધી.






