Home International Nasterdamas And Baba Venga Forecast For Year 2025

2025ની ભયાનક ભવિષ્યવાણી : આ વર્ષે ઘટશે આવી ઘટના, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ચોંકાવી દેશે

2025ની ભયાનક ભવિષ્યવાણી
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2025, 06:32 AM IST

વર્ષ 2025 આવી ગયું છે અને સૌ કોઈને એ જાણવાની આતુરતા છે કે, આ વર્ષ કેવું રહેશે. ત્યારે બાબા વાંગા અને નાસ્ત્રેદમસે વર્ષ 2025માં ઘટનાની પ્રમુખ ઘટનાની ભવિષ્વાણી કરી છે. ખાસ વાત એ છે કે, બંનેની ભવિષ્યવાણી મળતી આવે છે. જેમાંથી કેટલીક તો એવી છે જે ચિંતામાં વધારો કરી શકે છે.બંનેએ વર્ષ 2025માં આવનારી આપદાઓ, યુદ્ધ, પૂર સહિતના સંઘર્ષોની ભવિષ્યવાણી કરી છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
નાણાકીય સમસ્યામાં વધારો થતો જોઈ શકાય છે.જેનાથી દુનિયાના અનેક ભાગોમાં ઘઉંની કિમતો વધશે. જેના કારણે ઝઘડો અને મારપીટ વધશે, નિર્વાહ ચલાવવો મુશ્કેલ થશે. મોંઘવારી, જરૂરી વસ્તુઓની કિંમતોમાં વધારો થતા તેના પર અસર થશે. જળવાયુ પરિવર્તન 2025માં વધુ ઘેરું થશે. પૂર, દાવાનળ, સુનામી, મુશળધાર વરસાદની ઘટના બની શકે છે.

અમેરિકા માટે ભવિષ્યવાણી
યુદ્ધ અને સંઘર્ષ વધશે.અમેરિકા અને ચીન વચ્ચે મહાસત્તા બનવાની હોડમાં સંઘર્ષ થશે. અનેક દેશો વચ્ચે રાજનૈતિક ગતિરોધ, સંઘર્ષનો માહોલ થશે. આવી ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે કરી છે. સાથે જ શાહી પરિવારમાં ફેરફાર અને નવા પોપના આગમનની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

બાબા વાંગાએ શું કહ્યું?
આમ તો બાબા વાંગાનું 1996માં નિધન થયું હતું. પરંતુ બાબા વાંગાની ભવિષ્યવાણીઓ અને તેની સટીકતાએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. યુરોપમાં આંતરિક સંઘર્ષ વધશે. જેની અસર જનસંખ્યા પર પડશે. સાથે ભૂકંપ, જ્વાલામુખીથી તબાહી મચશે. એવી બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ