Home Gujarat Nari Shakti Mahila Mandal In Madhapar Provided 365 Days Of Service For Orphaned Animals

માધાપરમાં બહેનોએ બતાવ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ : નારી શક્તિ મહિલા મંડળએ કરી અબોલા પ્રાણીઓ માટે 365 દિવસ સેવા

માધાપરમાં બહેનોએ બતાવ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 01:27 PM IST

Nari Shakti Mahila Mandal: આજના વ્યસ્ત જીવનમાં માણસને પોતાના માટે પૂરતો સમય નથી મળતો, ત્યારે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા એક વર્ષથી આ બહેનો દરરોજ અબોલા પ્રાણીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરીને સાચી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

બહેનો પોતાના ઘરની જવાબદારી, નોકરી અને દૈનિક કામકાજ વચ્ચે સમય કાઢીને રોજ એકત્રિત થાય છે અને પ્રાણીઓ માટે ખાસ ખોરાક તૈયાર કરે છે. કીડીઓ માટે કીડીયારું, માછલીઓ માટે લોટ અને શ્વાન તથા ગૌવંશ માટે ખાસ રોટલાં બનાવવાની કામગીરી તેઓ સોસાયટીમાં મળીને કરે છે. ત્યારબાદ પ્રેમ અને લાગણીથી એ અબોલા જીવને ખવડાવવા જાય છે.

વરસાદ પડે, ઠંડી પડે કે તડકો કે કોઈ પણ પરિસ્થિતિ હોય, 365 દિવસમાં એક દિવસ પણ આ બહેનોએ પોતાની ફરજ અધૂરી છોડી નથી. અબોલા પ્રાણીઓ બોલી શકે નથી, પરંતુ તેમની આંખોમાંથી જોવા મળતો આભારનો ભાવ, આ મહિલાઓને રોજ નવી ઊર્જા અને સેવા આપવાની પ્રેરણા આપે છે.
આ જીવદયા અભિયાનનો પ્રભાવ હવે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ઘણી વ્યક્તિઓ આ બહેનોને જોઈ પ્રેરાઈને ધીમે ધીમે આ કાર્ય સાથે જોડાઈ રહ્યા છે. સમાજ બદલાવવા માટે મોટા કાર્ય કરવાની જરૂર નથી, થોડી કરૂણા અને માનવતાથી પણ અજવાળું ફેલાઈ શકે છે. આ બહેનોએ આ વાતને જીવનમાં ઉતારી બતાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now