મહારાષ્ટ્રના નાગપુરમાં નાસિક TCS જેવો કેસ આવ્યો સામે. મહારાષ્ટ્રના નાગપુરમાં મહિલા કર્મચારીઓએ સંસ્થાના પ્રમુખ પર શારીરિક શોષણ, માનસિક હેરાનગતિ અને ધાર્મિક દબાણ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. કેસ સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ પ્રકારની ઘટનાઓ લાંબા સમયથી ચાલી રહી હતી કેટલાક કર્મચારીઓએ આ જ કારણથી નોકરી છોડી દીધી.
શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના નાગપુરના માંકાપુર વિસ્તારમાં કાર્યરત એક NGOના પ્રમુખ રિયાઝ ફઝીલ કાઝી સામે કેટલીક મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે. મહિલાઓએ શારીરિક શોષણ અને અશ્લીલ વર્તન, કાર્યસ્થળે ધાર્મિક દબાણની ફરિયાદ કરી છે. સાયબર સ્ટોકિંગ અને બદનામીના કેસ પણ દાખલ થયા. ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની NGOના પ્રમુખ રિયાઝ ફઝીલ કાઝીની ધરપકડ કરી છે.
ફરિયાદમાં શું છે ઉલ્લેખ
ફરિયાદમાં મહિલાઓએ અનેક ગંભીર બાબતોનો ઉલ્લેખ કર્યો છે. શારીરિક સ્પર્શ અને હેરાનગતિ, ઓફિસમાં વારંવાર નજીક આવવાનો પ્રયત્ન, વિરોધ કરે તો નોકરી ગુમાવવાની ધમકી આપવી, પરિવારજનોને ધમકી આપવાનો પણ ફરિયાદમાં છે ઉલ્લેખ.
સાયબર સ્ટોકિંગ
ફરિયાદમાં સાયબર ક્રાઈમના આક્ષેપો પણ કરાયા છે. નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી મહિલાઓ પર નજર રાખવી, વ્યક્તિગત માહિતી એકત્રિત કરવી અને અપમાનજનક ટિપ્પણીઓ અને બદનામી કરવી જેવા મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે. એક ઘટનામાં આરોપીએ એક મહિલા કર્મચારીના પરિવારને ફોન કરીને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ છે.
ધાર્મિક દબાણ
આ કેસમાં સૌથી ગંભીર મુદ્દો ધાર્મિક દબાણનો છે. ચોક્કસ ધાર્મિક પ્રથાઓ અનુસરવા માટે દબાણ કરાતું હતું. પ્રાર્થના અને વસ્ત્રો અંગે સૂચનાઓ આપવામાં આવતી હતી. વિરોધ કરતા હેરાનગતિ કરવામાં આવતી હતી. કેટલાક કર્મચારીઓએ આ દબાણને કારણે નોકરી છોડવાની ફરજ પડી હોવાનું પણ જણાવ્યું છે.
આ પમ વાંચો: 'લગ્નનું છુપાવ્યું, રિસોર્ટમાં લઈ જઈને...' : નાસિક TCS કેસમાં પીડિતાએ જણાવી વણકહી વાતો
પોલીસની કાર્યવાહી
આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અનેક કલમો હેઠળ કેસ નોંધાયો છે. આ કેસમાં હજુ વધુ મહિલાઓ આગળ આવી શકે તેવી શક્યતા છે. કેટલાક અહેવાલો મુજબ, અન્ય તપાસ એજન્સીઓ પણ NGOની પ્રવૃત્તિઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.
આ કેસમાં હાલ પોલીસ તપાસ ચાલુ છે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. વધુ પીડિતાઓ આગળ આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. આ કેસના પરિણામો માત્ર આરોપી માટે નહીં પરંતુ સમગ્ર NGO સેક્ટર માટે મહત્વપૂર્ણ બની શકે છે.





