Home International Myanmar Earthquake Strong Joilts Magnitude 5 6

ફરી મ્યાનમારની ધરા ધ્રૂજી : 5.1ની તવ્રતાની અનુભવાયા આંચકા

ફરી મ્યાનમારની ધરા ધ્રૂજી
Published by: OBS Bureau
Last Updated: Apr 13, 2025, 06:03 AM IST

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે વહેલી સવારે ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી છે. તાજેતરના ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 13 એપ્રિલ, 2025ના રોજ સવારે 07:54:58 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની અંદર હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.


28 માર્ચે મ્યાનમારમાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી હતી

28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. મંડલય ક્ષેત્રમાં આ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપ મ્યાનમારના ઈતિહાસમાં સૌથી વિનાશક ધરતીકંપોમાંનો એક હતો. મ્યાનમાર આર્મીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં 3600થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય સેંકડો લોકો તેમના પરિવારથી વિખૂટા પડી ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!