Home Sports Mustafizur Rahman Was Very Sad After Being Eliminated From The Ipl

IPL માંથી બહાર થયા પછી Mustafizur Rahman ખૂબ દુઃખી થયો! : BPL ના સાથી ખેલાડી Nurul Hasan એ કર્યો ખુલાસો

IPL માંથી બહાર થયા પછી Mustafizur Rahman ખૂબ દુઃખી થયો!
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 01:40 PM IST

Mustafizur Rahman was very sad after being eliminated from the IPL: બાંગ્લાદેશના અનુભવી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન માટે IPL 2026 પહેલાં મોટો ઝટકો આવ્યો છે. 3 જાન્યુઆરીના રોજ BCCI ના આદેશ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. નોંધનીય છે કે, IPL 2026 ના ઓક્શનમાં KKR એ મુસ્તફિઝુરને ₹9.2 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો, જેના કારણે તેની રિલીઝ ચર્ચાનો વિષય બની ગયો છે. KKR માંથી રિલીઝના સમાચાર પછી મુસ્તફિઝુર રહેમાન ખૂબ જ દુઃખી થયો હતો. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં તેની સાથે રમનાર અને Rangpur Riders ના કેપ્ટન તથા વિકેટકીપર Nurul Hasan એ કર્યો છે.

મુસ્તફિઝુર રહેમાન KKR ની રિલીઝથી નિરાશ

Nurul Hasan એ જણાવ્યું કે, મુસ્તફિઝુર રહેમાન ટીમ માટે હંમેશા મોટા મેચ-વિનર રહ્યા છે અને તેને કંઈ સાબિત કરવાની જરૂર નથી. જોકે, KKR માંથી રિલીઝના સમાચારથી મુસ્તફિઝુર રહેમાન થોડો નિરાશ અને દુઃખી થયો હતો, જે સ્વાભાવિક છે. કારણ કે, ₹9.2 કરોડમાં સોલ્ડ થયા પછી, બહાર થવું કોઈપણ ખેલાડી માટે માનસિક આઘાત સમાન હોય છે. પરંતુ મુસ્તફિઝુર રહેમાને પોતાની નિરાશાને મેદાન પર ઉતારી નથી. KKR માંથી રિલીઝ થયાના બીજા જ દિવસે તેને BPL માં Rangpur Riders માટે શાનદાર બોલિંગ પર્ફોમન્સ આપ્યું. મુસ્તફિઝુર રહેમાને પાંચ વિકેટ ઝડપી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી અને સાબિત કર્યું કે, તેની ક્ષમતા હજુ પણ ટોપના લેવલે છે. Nurul Hasan એ વધુમાં કહ્યું કે, મુસ્તફિઝુર રહેમાન હાલ શાંત છે, પરંતુ તે હંમેશા બાંગ્લાદેશ માટે પોતાનું શ્રેષ્ઠ આપવા માંગે છે અને ટીમમાં દરેકને તેની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે.

બાંગ્લાદેશ અને IPL વચ્ચે તણાવ

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2025 માં યોજાનારી સિરીઝ પણ સ્થગિત રાખવામાં આવી હતી. આ સિરીઝ હવે સપ્ટેમ્બર 2026 માં રમાવાની છે, પરંતુ હવે બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL ના ટેલિકાસ્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જે બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં વધતા તણાવ તરફ ઈશારો કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now