Mumbai School Bus Accident: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં યુનિવર્સલ સ્કૂલની વાન પર અચાનક એક ઝાડ પડી જતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આજે બપોરે અંદાજે ૨:૫૦ વાગ્યે મુંબઈના ચેમ્બુર સ્થિત રોડ નંબર-11 પર યુનિવર્સલ સ્કૂલની બસ પર અચાનક એક ઝાડ પડી ગયું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની તરત જ બાદ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સમયે વાનમાં ૧૩ વિદ્યાર્થીઓ હાજર હતા. ઘટનામાં ઘાયલ થયેલા ચાર વિદ્યાર્થીઓની સારવાર ચેમ્બુરની ઝેન હોસ્પિટલ (Zen Hospital) માં ચાલી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય રાહત તેમજ બચાવ કામગીરીની ટીમો પહોંચી ગઈ હતી. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, જેવી બસ ચેમ્બુરના સંબંધિત માર્ગ પરથી પસાર થઈ, કે અચાનક એક વિશાળકાય ઝાડ કડાકાભેર બસના એક ભાગ પર આવી પડ્યું. ઝાડનું વજન એટલું વધારે હતું કે બસની છત સંપૂર્ણપણે ચગદાઈ ગઈ હતી. ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
હસીના ગઈ, યુનુસ આવ્યા, હવે રહમાનનું રાજ! : છતાં શહાબુદ્દીન કેમ અડીખમ? જાણો કોણ બચાવી રહ્યું છે
અકસ્માતની ભયાનકતાને જોતા આસપાસના સ્થાનિક લોકો અને બસના કંડક્ટરે તરત જ મોરચો સંભાળી લીધો હતો. તેમણે તત્પરતા દાખવીને સમય બગાડ્યા વિના બસની બારીઓ અને ઈમરજન્સી દરવાજામાંથી બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક રહીશોના આ પ્રયાસને કારણે સમયસર ઘણા બાળકોના જીવ બચાવી શકાયા હતા.





