Home Gujarat Mother Commits Sui Cide With 4 Year Old Son In Surat

સુરતમાં 4 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત : ડિવોર્સી મહિલા પુત્રને ગળા ફાંસો આપી પોતે લટકી ગઈ

સુરતમાં 4 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 12:45 PM IST

સુરતના ઉમરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ડિવોર્સી મહિલાએ પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ અગમ્ય કારણોસર મહિલાએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકોએ તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

બાદમાં માતા અને પુત્રને પોસ્ટમોર્ટમ માટે ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહનો PM કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રાથમિક વિગતો અનુસાર, મહિલાએ પહેલા પોતાના પુત્રને ગળે ફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા છે. જોકે, આ અંગેની સચોટ હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે ગુનો નોંધવાની અને આગળની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now