ડોનાલ્ડ ટ્રંપનું નામ સાંભળતાની સાથે જ કેટલાક લોકોના અમેરિકામાં પરસેવા છુટી જાય છે. તેમની નીતિઓના કારણે, કડક નિર્ણયોના કારણે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ટ્રંપ અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. અને તેમ છતાં તેમનો જુસ્સો ઘટ્યો નથી. 2020ની ચૂંટણીમાં તેમની હાર પછી પદ છોડવાથી લઈને 2024ની રેસમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના નામાંકન સુધી, ટ્રંપ હંમેશા હેડલાઈન્સમાં રહ્યાં.
જો બાઈડન ચૂંટાયા ત્યારે ટ્રંપે પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરીએ "કેપિટોલ" (સંસદ ગૃહ) પર હુમલો કર્યો. આ હુમલામાં US કોંગ્રેસના સંયુક્ત સત્રને ખોરવી નાખ્યું, જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ ફરીવાર 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગતા હોવાથી તેમની સામે અનેક આરોપો હતો અને ફોજદારીના કેસનો પણ સામનો કરી રહ્યા હતા અને ન્યૂયોર્કની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા હતા એટેલ જ તેઓ દોષિત જાહેરથનારા પણ પહેલાં પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ છે.
ગ્રાન્ડ જ્યુરીએ પણ ટ્રંપને ખોટા બિઝનેસ રેકોર્ડના 34 મામલાઓમાં દોષિત જાહેર કર્યા હતા. તે સમય પર બાઈડેન-હેરિસ કેમ્પેન ટીમે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, જ્યારે ટ્રમ્પે આ નિર્ણયને રાજકીય વ્યવસ્થામાં "ધાંધલ-ધમાલ"નું પરિણામ ગણાવ્યું હતું. ટ્રંપના શપથગ્રહણના થોડા સમય પહેલા જ ટ્રંપે ચૂપ રહેવા માટે કરેલી ચુકવણી બદલ દોષિત જાહેર કર્યા હતા પરંતુ ન્યાયધીશ જુઆન માર્ચન્ટે તેમને બિનશરતી નિર્દોષ જાહેર કર્યા હતા.





