Home Gujarat Morbi Youth Trapped In Russia Tragedy Revealed

'રશિયામાં દગો થયો, શું થશે એની મને ખબર નથી' : મોરબીનો યુવક રશિયામાં ફસાયો!, જણાવી આપવીતી

'રશિયામાં દગો થયો, શું થશે એની મને ખબર નથી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 11:08 AM IST

Russia Sahil Mohammad Hussain : મોરબી જિલ્લાના એક યુવક સાહિલ મોહમ્મદ હુસૈનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો રશિયા-યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં સામે આવ્યો છે, જેમાં સાહિલ લોકોને સ્પષ્ટ અપીલ કરે છે કે, કોઈપણ પરિસ્થિતિમાં રશિયન સેનામાં જોડાવું નહીં. સાહિલ અભ્યાસ માટે રશિયા ગયો હતો અને ત્યાં રહેતા સમયે પોતાનો ખર્ચ ચલાવવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો'.

'રશિયન સેનામાં સેવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યો'

સાહિલના જણાવ્યા અનુસાર, 'એક દિવસ અચાનક રશિયન પોલીસે તેને પકડી લીધો અને તેના પર ખોટો ડ્રગ્સ કેસ લગાવ્યો. આ ખોટા કેસના આધારે તેને બ્લેકમેલ કરવામાં આવ્યો અને રશિયન સેનામાં સેવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યો'.

'રશિયામાં તેના સાથે દગો થયો છે'

સાહિલે જ્યારે આ બાબતનો વિરોધ કર્યો ત્યારે તેને વધુ ગંભીર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મજબૂરીમાં તેને રશિયન સેનામાં સામેલ કરી યુક્રેન બોર્ડર પર મોકલી દેવામાં આવ્યો. યુક્રેન બોર્ડર પર પહોંચ્યા બાદ યુક્રેનની સેનાએ તેને પકડી લીધો. હાલમાં તે યુક્રેનની જેલમાં ફસાયો હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે. સાહિલે પોતાની માતાને મોકલેલા બીજા વીડિયોમાં જણાવ્યું હતું કે, રશિયામાં તેના સાથે દગો થયો છે અને હવે આગળ શું થશે તે અંગે તેને કંઈ ખબર નથી. તેણે આ વીડિયોમાં પોતાની સ્થિતિ વર્ણવીને ભારતના યુવાનોને ચેતવણી આપી છે કે વિદેશમાં અભ્યાસ કે નોકરીના નામે કોઈ ખોટી પરિસ્થિતિમાં ન ફસાય અને ખાસ કરીને રશિયન સેનામાં જોડાવાથી દૂર રહે. સાહિલનો આ વીડિયો વાઇરલ થતાં દેશભરમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now