Home Gujarat Modi Stadium Gate Near Gas Cylinder Exploded Before The Match

મોદી સ્ટેડિયમની બહાર મોટી દુર્ઘટના ટળી : મેચ પહેલાં સ્ટેડિયમના ગેટની બહાર ફાટ્યો ગેસનો બાટલો!

મોદી સ્ટેડિયમની બહાર મોટી દુર્ઘટના ટળી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 08:11 AM IST

અમદાવાદમાં આજે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેંચ બેંગલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે. આજની મેંચમાં જોવા 1 લાખ કરતા વધુ ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં ઉમટી શકે છે. તેવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટની બહાર જ અચાનક ગેસનો બાટલો ફાટવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. દુકાનની બહાર અચાનક ગેસના બાટલામાં આગ લાગતા અફરાતરફી મચી ગઈ હતી. સ્થાનિકો લોકોએ તાત્કાલિક બાટલામાં લાગેલી વિકરાળ આગને યેનકેન પ્રકારે બુજાવી મોટી દુર્ઘટના થતા ટાળી હતી.

સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો
આ ઘટના સવારે 10.35ની આસપાસ મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર ગેસના બાટલામાં આગ લાગી હતી. બાટલામાં આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.પરંતુ આગ મોટી ન હોવાથી ફાયર બ્રિગેડ આવતા પહેલા સ્થાનિક લોકોએ આગ બુજાવી દિધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now