Home Health-lifestyle Mobile Side Effects Disadvantages Of Keeping Mobile Near The Pillow Without Turning Off The Internet

શું તમે પણ ઈન્ટરનેટ ચાલુ રાખીને ફોનને નજીક રાખેનો ઉંઘો છો? : થઈ શકે છે આ તકલીફો

શું તમે પણ ઈન્ટરનેટ ચાલુ રાખીને ફોનને નજીક રાખેનો ઉંઘો છો?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 04:30 AM IST

સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. આપણે તેમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી, આપણે એક ક્ષણ માટે પણ તેને દૂર નથી કરતાં. રાત્રે સૂતા પહેલા, મોટાભાગના લોકો મોબાઇલને સ્ક્રોલ કરે છે, પછી ઈન્ટરનેટ ચાલુ રાખીને જ ફોનને નજીક રાખીને સુઈ જાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અસર પડે છે.

મોબાઇલ ફોન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવાથી નુકસાન

ઉંઘ ના આવવી

સ્માર્ટફોનની બ્લૂ લાઈટ મેલાટોનિન હોર્મોન રિલીઝ કરવામાં રૂકાવટ ઉભી કરી શકે છે. જેનાથી ઉંઘને કંટ્રોલ કરવામામાં મદદ મળે છે. ફોનનો વધુ ઉપયોગ કરવાથી ઉંઘની તકલીફો ઉભી થઈ શકે છે.

કેન્સરનું જોખમ

કેટલાક અભ્યાસોમાં દર્શાવ્યું છે કે સ્માર્ટફોન રેડિયોફ્રીક્વન્સી રેડિયેશન બહાર કાઢે છે, જેના સંપર્કમાં આવવાથી મગજના કેન્સર જેવા ચોક્કસ પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે,

પ્રજનન ક્ષમતામાં કમી

મોબાઇલ ફોન અને ઈન્ટરનેટથી રેડિયોફ્રીક્વન્સી રેડિયેશનના સંપર્કમાં આવવાથી પુરુષોના સ્પર્મની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે. જે પ્રજનનક્ષમતામાં ઘટાડો કરી શકે છે.

માથાનો દુખાવો

કેટલાક લોકો ઇન્ટરનેટ ઓન રાખીને મોબાઇલ ફોનને સાથે રાખીને ઊંઘે છે જેથી તેમને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ ફોનની હીટ અથવા રેડિયોફ્રીક્વન્સી રેડિયેશનના સંપર્કમાં આવવાને કારણે હોઈ શકે છે.

ટેન્શન વધે છે

રાત્રે સૂતી વખતે ઓશીકા નીચે અથવા તેની નજીક સ્માર્ટફોન સાથે સૂવાથી તણાવ વધી શકે છે. હકિકતમાં મોબાઇલ ફોનનો ઉપયોગ શરીરમાં કોર્ટિસોન નામના સ્ટ્રેસ હોર્મોન બનાવે છે. જે માનસિક સ્થિતિને વધુ ખરાબ કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now