Home Utilities Miracle Of Science Plant Heartbeats Captured On Camera For The First Time See How Plants Breathe

વિજ્ઞાનનો કમાલ! : પહેલીવાર કેમેરામાં કેદ થયા છોડના 'ધબકારા', જુઓ કઈ રીતે શ્વાસ લે છે વનસ્પતિ

વિજ્ઞાનનો કમાલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 11:11 AM IST

આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ સજીવ છે અને તે શ્વાસ લે છે, પરંતુ શું તમે ક્યારેય તમારી આંખોથી છોડને શ્વાસ લેતા જોયા છે? કદાચ નહીં. અત્યાર સુધી આ એક પુસ્તકીય જ્ઞાન હતું, પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકોએ હવે આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોયના સંશોધકોએ એક એવો જાદુઈ કેમેરો તૈયાર કર્યો છે જેણે છોડની શ્વાસ લેવાની પ્રક્રિયાને લાઇવ કેદ કરી છે. આ શોધે માત્ર વિજ્ઞાન જગતમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે કુતૂહલ જગાડ્યું છે. આ અદભૂત વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છોડના પાંદડા મનુષ્યની જેમ જ હલનચલન કરીને વાતાવરણમાંથી હવા લે છે.

'Stomata In Sight': અદ્રશ્ય દુનિયાને જોવાની નવી બારી

વૈજ્ઞાનિકોએ આ અદભૂત સિદ્ધિ મેળવવા માટે ‘Stomata In Sight’ નામની અત્યાધુનિક ડિવાઇસનો ઉપયોગ કર્યો છે. પાંદડાની સપાટી પર અત્યંત સૂક્ષ્મ છિદ્રો હોય છે જેને 'સ્ટોમેટા' (Stomata) કહેવામાં આવે છે. આ છિદ્રો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોવા અશક્ય છે.

  • લાઈવ રેકોર્ડિંગ: વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જેવો પાંદડા પર સૂર્યપ્રકાશ પડે છે, કે તરત જ આ છિદ્રો ખુલી જાય છે.

  • પ્રક્રિયા: પ્રકાશની હાજરીમાં આ છિદ્રો ખુલીને કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજન બહાર છોડે છે. જેવું અંધારું થાય છે, આ છિદ્રો આપમેળે બંધ થઈ જાય છે.

ખેતીની દુનિયા માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે આ શોધ

મુખ્ય સંશોધક એડ્ર્યૂ લીકીના જણાવ્યા અનુસાર, આ માત્ર એક વીડિયો નથી પરંતુ કૃષિ વિજ્ઞાનનું ભવિષ્ય છે. આ ટેકનિકથી ખેતીમાં ક્રાંતિકારી ફેરફારો આવી શકે છે:

  • ગરમી સામે રક્ષણ: હવે વૈજ્ઞાનિકો એ સમજી શકશે કે જ્યારે ભીષણ ગરમી પડે છે ત્યારે છોડ પોતાનો શ્વાસ (ભેજ) બચાવવા માટે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

  • પાણીની બચત: આ સમજણની મદદથી એવા બિયારણો વિકસાવી શકાશે જે અત્યંત ઓછા પાણીમાં પણ સૂકાશે નહીં અને વધુ પાક આપશે.

  • ક્લાઈમેટ ચેન્જ: બદલાતા હવામાન અને વધતા તાપમાન સામે લડવા માટે આ ટેકનિક ગેમ ચેન્જર સાબિત થશે.

'Plant Physiology' જર્નલમાં પ્રકાશિત થયો અહેવાલ

આ મહત્વપૂર્ણ સંશોધન પ્રતિષ્ઠિત ‘Plant Physiology‘ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેકનિકથી આપણે એવા પાકો તૈયાર કરી શકીશું જે દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ લહેરાતા રહેશે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત છે અને કુદરતની આ અદભૂત રચનાના વખાણ કરી રહ્યા છે. વિજ્ઞાનની આ સફળતા હવે ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now