Home Gujarat Microns Semiconductor Plant In Sanand Nears Completion Production May Start From January

સાણંદમાં માઈક્રોનનો સેમિકંડક્ટર પ્લાન્ટ પૂર્ણતા તરફ : જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે ઉત્પાદન

સાણંદમાં માઈક્રોનનો સેમિકંડક્ટર પ્લાન્ટ પૂર્ણતા તરફ
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 04:58 AM IST

સાણંદ ખાતે અમેરિકન કંપની માઈક્રોન સ્થાપી રહીેલા સેમિકન્ડક્ટર અને ચીપસેટ પ્લાન્ટનું બાંધકામ ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીંથી ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026માં ઉત્પાદન શરૂ થઈ શકે છે.

ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો આ પ્રથમ પ્રોજેક્ટ છે, જેને જૂન 2023માં મંજૂરી મળી હતી. રૂ. 22,516 કરોડના રોકાણ સાથે માઈક્રોન બે તબક્કામાં મેમરી ચીપ્સનું ઉત્પાદન કરશે. આ ભારતમાં મેમરી ચીપ્સ માટેનો પહેલો પ્લાન્ટ છે, જેમાં રેન્ડમ એક્સેસ મેમરી (RAM) અને નોટ-એન્ડ (NAND) મેમરી ચીપ્સ બનશે.

  • RAM એ એવી મેમરી છે, જે ડિવાઇસ ચાલુ હોય ત્યારે ડેટા પ્રોસેસ કરવા ઉપયોગી થાય છે.

  • NAND મેમરી ડિવાઇસ બંધ હોવા છતાં ડેટા સંગ્રહિત રાખે છે, જે યુએસબી ડ્રાઇવ કે હાર્ડ ડ્રાઇવમાં વપરાય છે.

ક્લીનરૂમ વેલિડેશન પ્રક્રિયા શરૂ
પ્લાન્ટમાં ચીપ બનાવવા માટે સ્થાપવામાં આવેલા પાંચ લાખ ચોરસ ફૂટના ક્લીનરૂમની વેલિડેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં ખાતરી કરવામાં આવે છે કે રૂમમાં બેક્ટેરિયા, ધૂળ, રજકણ કે કેમિકલ કણો ન હોય. કારણ કે આવા કણો ચીપની ગુણવત્તા અને કામગીરીને સીધી અસર કરી શકે છે.

ટાટા પ્રોજેક્ટ્સ માઈક્રોનના પ્રથમ તબક્કાનું બાંધકામ કરી રહી છે અને લગભગ 70% કામ પૂર્ણ થઈ ગયું છે. વેલિડેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટાટા પ્રોજેક્ટ્સ સાઇટ માઈક્રોનને સોંપશે અને ત્યારબાદ ઉત્પાદન શરૂ થશે.

અગાઉ આ પ્લાન્ટ 2024માં પૂર્ણ થવાનો હતો, પરંતુ વિલંબને કારણે ઉત્પાદનની શરૂઆત હવે 2025ના અંત સુધી થવાની શક્યતા છે. અહીં કંપની ચીપસેટની એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ (ATMP)નું કામ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now