Home Automobile Mg Majestor Launched With Luxury Features And Powerful Looks Know About Price And Engine

લક્ઝરી ફીચર્સ અને દમદાર લૂક સાથે MG Majestor થઈ લોન્ચ! : માત્ર ₹41,000 માં બુક કરો MG ની આ પ્રીમિયમ SUV

લક્ઝરી ફીચર્સ અને દમદાર લૂક સાથે MG Majestor થઈ લોન્ચ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 10:55 AM IST

MG Majestor : ભારતીય રસ્તાઓ પર અત્યાર સુધી જેનું રાજ ચાલતું હતું તે Toyota Fortuner માટે હવે મુશ્કેલીઓ વધી શકે છે. MG મોટર ઇન્ડિયાએ આજે એટલે કે (12 ફેબ્રુઆરી 2026) ના રોજ તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ SUV, MG Majestor ને ભારતીય માર્કેટમાં સત્તાવાર રીતે રજૂ કરી દીધી છે. આ SUV માત્ર સાઇઝમાં જ મોટી નથી, પણ તેની અંદર મળતા લક્ઝરી ફીચર્સ તેને એક ફરતા મહેલ જેવી બનાવે છે.

ગ્લોસ્ટરથી પણ મોટી અને પ્રીમિયમ SUV

MG Majestor એ કંપનીની નવી ફ્લેગશિપ SUV છે, જે સાઇઝ અને સેગમેન્ટમાં MG Gloster કરતાં પણ મોટી છે. તેને ખાસ કરીને D+ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ નવી SUV માર્કેટમાં પહેલેથી હાજર Toyota Fortuner Legender, Skoda Kodiaq, Volkswagen Tayron અને Nissan X-Trail જેવી દિગ્ગજ કાર સામે સીધું કોમ્પિટિશન કરે છે.

દમદાર એન્જિન અને પર્ફોર્મન્સ

MG Majestor ને સૌથી પહેલા 2025 ના ઓટો એક્સ્પોમાં બતાવવામાં આવી હતી. આ SUV માં 2.0-લિટરનું શક્તિશાળી ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે ગ્લોસ્ટરમાં પણ જોવા મળે છે. ગ્રાહકોને આમાં રિયર-વ્હીલ ડ્રાઇવ (RWD) અને ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) એમ બંને ઓપ્શન મળી શકે છે, જે તેને ઓફ-રોડિંગ માટે પણ બેસ્ટ બનાવે છે.

લક્ઝરી હોટલ જેવું ઇન્ટિરિયર

આ SUV ના ફીચર્સ એવા છે કે, જે સામાન્ય રીતે ખૂબ મોંઘી ગાડીઓમાં જોવા મળે છે. તેના ઇન્ટિરિયરમાં 12.3-ઇંચનું મોટું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. સૌથી ખાસ વાત એ છે કે, આમાં આગળની સીટો પર હીટિંગ અને મસાજ ફીચર આપવામાં આવ્યું છે, જેથી લાંબી મુસાફરીમાં થાક ન લાગે. સુરક્ષા માટે તેમાં લેવલ 2 ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ) જેવા આધુનિક ફીચર્સ પણ છે.

બોલ્ડ અને આકર્ષક ડિઝાઇન

ડિઝાઇન વિશે વાત કરીએ તો, MG Majestor નું લુક મસ્ક્યુલર અને પાવરફુલ લાગે છે. આગળના ભાગમાં મોટી મેટ્રિક્સ-સ્ટાઇલ ગ્રિલ, આકર્ષક LED DRLs અને સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ તેને રસ્તા પર એક અલગ જ ઓળખ આપે છે. આ 7-સીટર SUV ચાર અલગ-અલગ કલર અને બે સીટિંગ લેઆઉટમાં ઉપલબ્ધ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now