અનુરાગ બાસુ દિગ્દર્શિત ‘Metro… In Dino’ નો ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયો છે. આ ફિલ્મ તેમની જૂની સક્સેસફુલ ફિલ્મ ‘Life in a… Metro’ નો રીસંટ વર્ઝન ગણાય છે. આધુનિક મુંબઈની લાઇફસ્ટાઇલ અને વ્યવસ્થાઓ વચ્ચે માનવ સંબંધો કેવી રીતે બદલાય છે અને વિકસે છે તે દર્શાવવાનું ફિલ્મનું મુખ્ય મિજાજ છે. શહેરના સતત દોડધામવાળા વાતાવરણમાં આ ફિલ્મ અલગ-અલગ જનરેશન અને તેમની જીવનશૈલીનું ફિલ્મના પાત્રોના માધ્યમથી પ્રેમ, તણાવ અને સંબંધોની અનોખી સ્ટોરી રજૂ કરે છે.
ફિલ્મમાં ચાર મુખ્ય કહાનીઓ એકસાથે ચાલે છે. આદિત્ય રોય કપૂર એક એવું પાત્ર ભજવે છે જેને લાંબા સમયના સંબંધોથી એટલે કે લોંગ ટર્મ રીલેશનશીપથી ડર લાગે છે, પરંતુ તે એક એવી યુવતી (સારા અલી ખાન) સાથે પ્રેમમાં પડી જાય છે જે પહેલેથી જ 'engaged' છે. નીના ગુપ્તા અને અનુપમ ખેર વૃદ્ધાવસ્થામાં પ્રેમ શોધતા દંપતિની ભૂમિકા ભજવે છે, જે સમાજના માપદંડોને પડકાર આપે છે. કોંકણા સેન શર્મા અને પંકજ ત્રિપાઠી વચ્ચેનો સંબંધ ધીરે-ધીરે ફીકું પડી રહ્યો છે અને તેઓ એકબીજાને સમજવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, અલી ફઝલ અને ફાતિમા સના શેખ અનિયોજિત ગર્ભાવસ્થા જેવી ગંભીર પરિસ્થિતિમાં ફસાય છે, જ્યાં પ્રેમ અને જવાબદારી વચ્ચે તણાવ ઊભો થાય છે. ચારેય કહાનીઓ જીવનની વિવિધ પરિસ્થિતિઓ અને લાગણીઓ સાથે જોડાયેલી છે, જે દર્શકોને પોતાની જ આસપાસના સંબંધો સાથે રિલેટ થવા પ્રેરણા આપે છે.
ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર દ્વારા થયું છે અને દિગ્દર્શક અનુરાગ બાસુએ ફરી એકવાર તેના અનોખા story-telling અને લાગણીસભર દ્રષ્ટિકોણથી શહેરી લવસ્ટોરીઝને જીવંત બનાવી છે. 'Metro… In Dino' 4 જુલાઈ, 2025ના રોજ સમગ્ર ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ ફિલ્મ માત્ર પ્રેમની કહાનીઓ નહિ પરંતુ આજના સમયમાં સંબંધોની વાસ્તવિક પરિસ્થિતિઓને દર્શાવતી સંવેદનશીલ રજૂઆત છે. જે કોઈએ ‘Life in a… Metro’ પસંદ કરી હતી તેમના માટે ‘Metro… In Dino’ પણ એક લાગણીસભર અને વિચારશીલ અનુભવ સાબિત થઈ શકે છે.
Prabhu Devaએ ખરીદી લક્ઝરી Electric MG M9: ફોટો વાયરલ થતા ફરી ચર્ચામાં આવી 548KM રેન્જવાળી આ પ્રીમિયમ કાર






