દિલ્હી-એનસીઆરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી 2-3 કલાકમાં દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને NCRના અન્ય વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની ગતિ 60 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સાથે વરસાદ અને વીજળી પણ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી ઓછું હતું.
Red warning issued in Nowcast for Delhi and NCR valid for next 2-3 hours
— ANI (@ANI) May 24, 2025
Light to moderate rain accompanied with severe thunderstorm/lightning/hailstorm, and strong surface wind (60-100 kmph) likely to occur: IMD
રવિવારે પવન, વાવાઝોડા અને હળવા વરસાદની આગાહીને કારણે શહેર માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શનિવારે સાંજે 5.30 વાગ્યે સાપેક્ષ ભેજનું પ્રમાણ 49 ટકા નોંધાયું હતું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, શનિવારે સાંજે 6 વાગ્યે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 141 નોંધાયો હતો. જે 'મધ્યમ' શ્રેણીમાં હતો.






