Home Gujarat Meteorological Department Predicts Rain In The State

ભરશિયાળે જામ્યો વરસાદી માહોલ : વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી

ભરશિયાળે જામ્યો વરસાદી માહોલ
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2024, 06:27 AM IST

Weather Update: રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જ્યારે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના અંતમાં ઠંડી જામવાની સાથે વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માવઠાની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇસાનના ચોમાસાની અસરને કારણે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળી રહ્યો છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું છે. જેથી રાજ્યમાં બે-ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં 27મી તારીખે માવઠાની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુ એક-બે સેન્ટર એવા હશે જ્યાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે. જ્યાં ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થઈ શકે છે. જ્યારે બીજા વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંતમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની અને માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, અરવલ્લી, નવસારીના ભાગોમાં કમોસમી વરસાદ ઓછા વધતા પ્રમાણમાં નોંધાયો છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંત ભાગમાં ક્યાં કેવો વરસાદ થઈ શકે છે તેની માહિતી આપી છે. જેમાં તેમણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now