Home Gujarat Meteorological Department And Paresh Goswami Predicted The Cold

કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું કચ્છ! : પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈ કરી મોટી આગાહી, ઠંડી બોલાવશે ભૂક્કા

કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું કચ્છ!
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 07:35 AM IST

Gujarat Weather: ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં 15મી જાન્યુઆરી સુધીમાં સિંગલ ડિજીટમાં આંકડો પહોંચી જશે તેવી આગાહી કરી છે. જ્યારે કચ્છના અબડાસામાં કાળાતળાવ પર મુકેલી બાઈક પર બરફની ચાદર છવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

હવામાન વિભાગે સોમવારે આપેલી માહિતી પ્રમાણે કચ્છના નલિયામાં આજે તાપમાન 6.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ખેતરમાં પડેલા બાઇક પર બરફની ચાદર છવાતા લોકોમાં અચરજ ફેલાયું હતું. કચ્છના અબડાસામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અબડાસામાં થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાલુકાના કાળાતળાવમાં પડેલી બાઇક પર બરફની ચાદર જોવા મળી હતી.

નલિયા સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગે રાજ્યભરમાં ઠંડીના આકડાં જાહેર કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના નલિયામાં 6.2, ભુજમાં 11, કંડલા એરપોર્ટ પર 8.8 ડિગ્રી લઘુત્ત તાપમાન નોંઘાયું છે. તેમજ રાજકોટમાં 9.8 ડિગ્રી, કેશોદમાં 11.4 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી અને સુરકમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઠંડીમાં થશે વધારો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી એકથી બે દિવસમાં તાપમાન થોડું નીચું જઇ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજીટમાં નોંધાશે. ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં 0થી બે ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે છે. 15 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. હાલ કાતિલ ઠંડી છે પરંતુ તેનાથી વધારે કોલ્ડવેવ પણ જોવા મળશે. એટલે પવનની ગતિની સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now