Home Gujarat Mehsana Family On Way To Europe Detained In Libya

યુરોપ જવા નીકળેલો મહેસાણાનો પરિવાર લીબિયામાં બંધી : કરોડોની ખંડણી માંગી, પરિવારજનોએ સરકાર પાસે માંગી મદદ

યુરોપ જવા નીકળેલો મહેસાણાનો પરિવાર લીબિયામાં બંધી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 05:59 PM IST

Mehsana News : મહેસાણા જિલ્લામાં ફરી એક વખત માનવ તસ્કરી અને ગેરકાયદે પ્રવાસના નેટવર્કનું હચમચાવી નાખે તેવું કાવતરું સામે આવ્યું છે. મહેસાણા તાલુકાના બાદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને 3 વર્ષની પુત્રી દેવાંશીબા વિદેશમાં ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે. પરિવાર યુરોપના પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ એજન્ટોએ છેતરપિંડી કરીને તેમને લીબિયા મોકલી દીધા, જ્યાં તેમને એકાંત સ્થળે બંધી બનાવી દેવામાં આવ્યા છે અને ખંડણી માંગવામાં આવી રહી છે.

ખંડણી માંગવામાં આવી

વિદેશી અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે અને સાથે જ 54,000 ડોલરની ખંડણી માંગવામાં આવી છે. બીજી બાજુ, દુબઈમાં રહેલા એજન્ટોએ પરિવારના સગા-સંબંધીઓને 1 કરોડ રૂપિયાની તોતિંગ ખંડણી ચૂકવવાની માંગ કરી છે. અહેવાલો અનુસાર, આ સમગ્ર કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તિની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીના કારણે નિર્દોષ પરિવાર ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

પરિવારજનો માગી સરકાર પાસે મદદ

પરિવારજનો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરીને સરકાર પાસેથી તાત્કાલિક મદદ માગવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિવારને સુરક્ષિત રીતે પરત લાવવા જરૂરી કાર્યવાહી કરે. વિદેશમાં ફસાયેલા ચાવડા પરિવારનું જીવન હાલ ગંભીર જોખમમાં હોવાનું પરિવારજનોનું કહેવું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ખળભળાટ મચાવ્યો છે. માનવ તસ્કરીના રેકેટ સામે કડક પગલાં લેવાની માંગ પણ જોર પકડી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now