Home Gujarat Mehsana Deputy Commissioner Notice For Wearing Tshirt In Official Meetings

મહેસાણામાં એક ટી-શર્ટના કારણે ડેપ્યુટી કમિશનરને મળી નોટિસ : જાણો એવું તો શું થયું કે અધિક કલેકટરે ફટકારી નોટીસ

mmc
Published by: Chintan Chavda
Last Updated: Jul 07, 2026, 10:04 AM IST

મહેસાણા: સરકારી બેઠકમાં ડ્રેસ કોડના પાલન મુદ્દે મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. અધિક કલેક્ટર મયંક પટેલે ડેપ્યુટી કમિશ્નર દર્શનસિંહ ચાવડાને સત્તાવાર નોટિસ ફટકારી છે.

મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશ્નર દર્શનસિંહ ચાવડા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી બેઠકમાં વારંવાર ટી-શર્ટ પહેરીને હાજર રહેતા હતા. સરકારી બેઠક માટે અપેક્ષિત શિસ્તબદ્ધ અને ઔપચારિક વેશભૂષાનું પાલન ન થતું હોવાનું ધ્યાનમાં આવતા અધિક કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

વારંવાર સૂચના છતાં વર્તનમાં ફેરફાર નહીં આવતા પગલું

સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન યોગ્ય ડ્રેસ કોડ જાળવવાની અપેક્ષા હોવા છતાં ટી-શર્ટ પહેરીને હાજરી આપવાનો ક્રમ ચાલુ રહેતાં અધિક કલેક્ટર મયંક પટેલે ડેપ્યુટી કમિશ્નરને કારણદર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં સરકારી ફરજ દરમિયાન શિસ્ત અને અધિકારી તરીકેની ગૌરવપૂર્ણ છબીને અનુરૂપ વર્તન જાળવવા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: માંજલપુર બેઠક પર કોણ બનશે ભાજપનો ઉમેદવાર? : સેન્સ પ્રક્રિયા બાદ અટકળો તેજ

જિલ્લા વહીવટી તંત્રના આ પગલાને સરકારી કચેરીઓમાં શિસ્ત, પ્રોટોકોલ અને ડ્રેસ કોડના પાલનને લઈને અપનાવવામાં આવેલા કડક અભિગમ તરીકે જોવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now