Home Gujarat Mehsana Cyber Crime Gang Busted 2 Arrested

સાયબર ક્રાઈમ આચરતી ગેંગનો પર્દાફાશ : 2 શખ્સ ઝડપાયા, ખોટા દસ્તાવેજો અને પાસવર્ડ બનાવી દિલ્હીથી આચરતા હતા ઠગાઈ

ઝડપાયેલા આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 15, 2026, 07:47 AM IST

મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. લાલચ આપી બેંક ખાતા ખોલાવી દિલ્હીના ભેજાબાજોને વેચતી ટોળકીના 2 શખ્સો ઝડપાયા છે. મહેસાણા જિલ્લાના જોટાણા પંથકમાં ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતી આંતરરાજ્ય ટોળકીનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો છે. સાંથલ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને જોટાણા બસ સ્ટેન્ડ પાસેથી 2 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ગરીબ લોકોના એકાઉન્ટની કીટ અને રજીસ્ટર્ડ સીમકાર્ડ મેળવીને દિલ્હી તેમજ રાજસ્થાન બેઠેલા સાયબર માફિયાઓને કુરિયર મારફતે પહોંચાડતા હોવાનો મોટો ખુલાસો થયો છે.

પોલીસની વોચ

સાંથલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. ચૌધરી અને તેમના સ્ટાફને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, સાવનજી ઠાકોર નામનો શખ્સ તેના અન્ય મળતિયાઓ સાથે મળીને લોકોને 10થી 12 હજાર રૂપિયાની લોભ-લાલચ આપી અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ ઓપન કરાવે છે. ત્યારબાદ આ બેંક એકાઉન્ટની કીટ દિલ્હી ખાતે ઈન્ટરનેટના માધ્યમથી સાયબર ક્રાઈમ આચરતા લોકોને પહોંચાડી છેતરપિંડી આચરે છે. આ બાતમીના આધારે સાંથલ પોલીસે જોટાણા બસ સ્ટેન્ડ પાસે છૂપી રીતે વોચ ગોઠવી હતી. થોડીવારમાં જ બાતમી મુજબના બે શખ્સો ત્યાં આવતા પોલીસે તેમને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓના નામ

1. સાવનજી પારખાનજી ઠાકોર (ઉ.વ. 30)

2. નિકુલકુમાર બાબુલાલ વાળંદ (ઉ.વ. ૩7)

કઈ રીતે આચરતા હતા ગુનો?

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ટોળકી છેલ્લા એક વર્ષથી સક્રિય હતી અને પૂર્વ આયોજિત કાવતરું રચીને ગુનો આચરતી હતી. તેઓ લોકોને લોભ-લાલચ આપી, છેતરપિંડીથી ગુજરાત ગ્રામીણ બેંક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સહિતની બેંકોમાં ખાતા ખોલાવતા હતા. એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેઓ બેંક એકાઉન્ટ કીટ (પાસબુક, ડેબિટ કાર્ડ) અને તે એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબરનું સીમકાર્ડ મેળવી લેતા હતા. આ મેળવેલી કીટ તેઓ દિલ્હીના 'હેરી' અને રાજસ્થાનના 'વિકાસ' નામના ભેજાબાજોને મોકલી આપતા હતા. દિલ્હીના સાગરિતો આ એકાઉન્ટના ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી, ખોટી ઓળખ ઊભી કરીને ઓનલાઈન ઠગાઈ કરતા હતા.

આરોપી નિકુલ વાળંદે કબૂલાત કરી છે કે, તે હેરી સાથે છેલ્લા એક વર્ષથી બેંક કીટનું કામ કરે છે અને અત્યાર સુધીમાં તેણે કુલ 29 જેટલા એકાઉન્ટ હોલ્ડરને રૂબરૂ મળીને અથવા દિલ્હી કુરિયર કરીને એકાઉન્ટ આપ્યા છે. એક એકાઉન્ટ આપવા બદલ હેરી તેને 15,000 રૂપિયા આપતો હતો, જેમાંથી તે એકાઉન્ટ ધારકને 10,000 રૂપિયા આપતો હતો. મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાં અલગ-અલગ બેંકોની એપ્લિકેશનો મળી આવી હતી, જેમાં સીમકાર્ડ નાખીને તેઓ નેટ બેન્કિંગનો સીધો ઉપયોગ કરતા હતા.

લાખો રૂપિયાના ફ્રોડનો મોટો ખુલાસો

પોલીસે જ્યારે NCCRP પોર્ટલ પર તપાસ કરી ત્યારે આ ટોળકીના તાર ઊંડા હોવાનું સામે આવ્યું હતું. આરોપી સાવનજી ઠાકોરના બેંક ઓફ બરોડાના એક એકાઉન્ટમાં પટણા (બિહાર) ખાતે રૂ. 66,49,976નો સાયબર ફ્રોડ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. તેવી જ રીતે બીજા આરોપી નિકુલ વાળંદના HDFC અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) ના ખાતાઓમાં તેલંગાણા અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 36-36 લાખ રૂપિયાના બે મોટા સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.

શું-શું મુદ્દામાલ જપ્ત થયો?

બંને આરોપીઓની અંગઝડતી કરતા પોલીસે કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3 મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000), 4 અલગ-અલગ બેંકના ડેબિટ કાર્ડ, 3 પાસબુક, 4 સીમકાર્ડ, 1 લેપટોપ (કિંમત રૂ. 40,000) અને એક પોપટી કલરની ડાયરીનો સમાવેશ થાય છે. આ ડાયરીમાં તેઓએ કયા મોબાઈલ નંબર સાથે કઈ બેંકનું એકાઉન્ટ કોને વેચ્યું છે તેનો સંપૂર્ણ હિસાબ લખેલો મળી આવ્યો છે.

પોલીસની કડક કાર્યવાહી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now